કિશોરવયના યુઝર્સની સલામતી માટે ગુગલ લોકેશન હિસ્ટ્રીનું ફીચર દૂર કરશે

ગૂગલે ઉંમર, જાતિ અને 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરોના હિતોને લક્ષ્ય બનાવતી જાહેરાતો નહી લેવાનો નિર્ણય કર્યો છે એમ કંપનીએ મંગળવારે એક સત્તાવાર અખબારી યાદીમાં કહ્યું હતું. તે સાથે કંપનીએ કહ્યું હતું કે તે હવેથી 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સમાટે તેનું લોકેશન હિસ્ટરીનું ફીચ સમગ્ર વિશ્વ સ્તરે બંધ કરી દેશેત ઉપરાંત કંપનીએ કહ્યું હતું કે હવેથી તે અત્યાર સુધી 18 વર્ષની ઉંમર સુધીના યુઝર્સ માટે બ્લોક કરી દેવાયેલી ઉંમરને લગતી કેટલીક સંવેદનશીલ જાહેરાતની કેટેગરીને વિસ્તારશે, અને આ ઉંમરના યુઝર્સમાટે સેફ સર્ચિંગ ફિલ્ટરના ફીચરને કુલ્લુ મૂકી દેશે.

વિશ્વના અનેક દેશોમાં માતા-પિતાએ તેઓના સંતાનોના ફોટા ગૂગલમાંથી દૂર કરવાની વિનંતી કરી હતી જેને ધ્યાન ઉપર લેતાં કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે હવેથી નવી પોલીસી અમલમાં લાવી રહી છે એમ કંપનીએ તેના બ્લોગપોસ્ટમાં કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિશ્વના અનેક દેશોમાં ગૂગલની પોલીસી તેના કિશોરવયના ઉપયોગકર્તાઓ માટે કેટલી હદે સલામત છે અને કેટલી હદે નુકસાનકારક છે તે અંગે અનેક સરકારોએ કંપનીની પોલીસી ઉપર ચાંપતી નજર રાખવાનું શરુ કરી દીધું હતું

કેટલાંક દેશોએ તો આ દિશામાં નવા નવા કાયદા ઘડીને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે અને અમે વિશ્વના તમામ દેશોના કાયદાઓનું પાલન કરતા હોઇ અમે નવા નવા સલામત ફીચર ઉપરાંત  વિશ્વ સ્તરે બાળકો અને કિશોરો ઉપર અંકૂશ મૂકતા કેટલાંક નવા ફીચર વિકસાવવાની દિશામાં વિચારી રહ્યા છીએ એમ કંપનીના બાળકો અને પરિવાર વિભાગના જનરલ મેનેજર મિન્ડી બુ્રક્સે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *