જામનગર માં બનાવેયલ ચંદ્રયાન-૨ માટેનું મશીન હૈદરાબાદ રવાના કરાયું

જામનગર: જામનગર ના નાગરિકો એ ગૌરવ લેવા જેવી વાત છે.  જામનગર માં  બનાવેયલ ચંદ્રયાન-૨ માટેનું મશીન કે જેના થી ચંદ્રયાન-૨ ના પાર્ટ્સ બનાવામાં આવશે, તેને ટ્રક માં હૈદરાબાદ મોકલવામાં આવ્યું છે.

જાણીતું છે કે કેવળ ભારત જ નહિ પરંતું દુનિયાના અનેક દેશોની ભારતના માનવરહિત ચંદ્રયાન-2 મિશન પર નજર મંડરાયેલી છે. ચંદ્રયાન-2ની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એમાં જામનગરનું નામ પણ સામીલ થયું છે. યાન માટે જરુરી કેટલાક પાર્ટ્સ બનાવવા માટેનું એક મોટું એવું મશીન જામનગરમાં તૈયાર થતાં શહેરને વધુ એક નવી ઓળખ મળી છે. ચંદ્રયાનના પાર્ટ્સ બનાવવા માટે મશીન બનાવી આપનાર જામનગરની ગીતા એન્જિનિયરિંગ આ પહેલાં બ્રહ્મોસ, HAL, રેલવે એન્જિન અને સબમરીનના પાર્ટ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં મશીન પણ બનાવી ચૂકી છે.

90 ટનનું મશીન અહી તૈયાર કરવામાં આવ્યું છે. ચંદ્રયાનના કેટલાક પાર્ટ્સ તૈયાર કરવા માટે જરુરી મશીન બનાવવા માટે જામનગરની ગીતા એન્જિનિયરિંગ વર્ક્સને ઓર્ડર મળ્યો હતો. ઓર્ડર મુજબ જામનગરમાં 90 ટન વજનનું એક મહાકાય મશીન તૈયાર કરી આપવામાં આવ્યું હતું. ગીતા એન્જિનિયરિંગના સરદારસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ મશીનની મદદથી ચંદ્રયાનમાં ઉપયોગમાં લેવાનારા 15 ટનનો એક પાર્ટ્સ તૈયાર થશે. જામનગરમાં જે મશીન બનાવવામાં આવ્યું છે એના 90 ટકા પાર્ટ્સ કંપનીએ પોતે જાતે જ બનાવ્યા છે, જ્યારે 10 ટકા પાર્ટ્સ જર્મનીના વાપર્યા હતા.

તમને જાની ને નવાઈ લાગશે, ટોટલ 9 ટ્રક ભરીને  મશીન હૈદરાબાદ મોકલવામાં આવ્યું છે! જામનગર સ્થિત ગીતા એન્જિનિયરિંગ વર્ક્સમાં ચંદ્રયાનના પાર્ટ્સ બનાવવા માટે જરુરી મશીન તૈયાર કરાયા બાદ છૂટું પાડી દેવામા આવ્યું હતું. ત્યાર બાદ તમામ પાર્ટ્સ નવ ટ્રકમાં ભરી હૈદરાબાદ મોકલવામા આવ્યા હતા. કંપનીના કર્મચારીઓ હૈદરાબાદ ગયા હતા અને ત્યાં ફરી મશીન ફિટ કરી ટેસ્ટિંગ કરી આપ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં હવે આ મશીનની મદદથી ચંદ્રયાન માટેના જરુરી પાર્ટ્સ બનશે.

પૂરી દુનિયા એ જે પ્રોજેક્ટ પર મીટ માંડી છે એવા ચંદ્રયાનના પાર્ટ્સ બનાવવા માટે જરુરી મશીન બનાવવાનો જામનગરના ઉદ્યોગકારને ઓર્ડર મળે એ શહેર માટે અને શહેરના ઉદ્યોગકારો માટે એક ગૌરવની બાબત છે. આ ઓર્ડર DRDO તરફ થી મળ્યો હતો. ગીતા એન્જિનિયરિંગ વર્ક્સ આ પહેલાં સબમરીન, શિપ, પ્લેન, રેલવે એન્જિનના પાર્ટ્સ બનાવવા માટેના જરુરી મશીન પણ અલગ અલગ ઓર્ગેનાઈઝેશન ને ઓર્ડર મુજબ બનાવી આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *