હમણાં આવેલ તાઉ-તે વાવાઝોડાથી નુકશાનને લઈને રિસર્વે સહિતની માંગ પર સરકારે સ્પષ્ટતા આપી છે અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કહ્યુ છે કે વાવાઝોડાથી થયેલા નુકસાનને લઈને રિસર્વે નહી કરવામાં આવે. વાવાઝોડાથી થયેલા નુકશાનને લઈને અસરગ્રસ્તોને સરકારે સમયસર સહાય પણ ચુકવી છે.
જાણીતું છે કે વિપક્ષ કોંગ્રેસ અને ખેડૂતો પણ વાવાઝોડાથી થયેલા નુકશાનને લઈને રિસર્વેની માંગ કરતા આવ્યા છે.આજે જ ગાંધીનગર ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતુ.જોકે સરકારે ફરી સ્પષ્ટ કર્યુ છે કે રિસર્વેની કામગીરી નહી થાય.તાઉતે વાવાઝોડામાં અમરેલી, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ચાર જિલ્લામાં વ્યાપક નુકશાન થયુ હતુ.
સ્વર્ણિમ સંકુલ-ગાંધીનગર ખાતે તાઉ તે વાવાઝોડાના રીસર્વે બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યુ.જો કે પોલીસે તમામ ધારાસભ્યો સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. ધારાસભ્ય અમરીશ ડેર અને પૂજા વંશ વિરોધ દર્શાવ્યો હતો.વિરોધ પગલે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. માછીમારો અને ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.સરકાર રી-સર્વે કરીને સહાય ચૂકવે તેવી ધારાસભ્યો દ્વાર માંગ કરવામાં આવી હતી.