DELHI :ઓબીસી(OBC) અનામત સંવિધાન સંશોધન બિલ (obc amendment bill pass)લોકસભામાં પાસ થયા પછી હવે રાજ્યસભામાં (Rajya Sabha)પણ સર્વસંમતિથી પાસ થઇ ગયું છે. રાજ્યસભામાં આ બિલના (OBC Bill Latest Updates)પક્ષમાં 187 વોટ પડ્યા છે જ્યારે વિરોધમાં એકપણ વોટ પડ્યો નથી. રાજ્યસભામાં પાસ થયા પછી આ બિલને હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.
રાજ્યોને પોતાના ઓબીસી (અન્ય પછાત વર્ગ) લિસ્ટ (obc list)બનાવવાનો અધિકાર આપનાર સંવિધાન સંશોધન વિધેયક મંગળવારે લોકસભામાં પાસ થયું હતું. લોકસભામાં (lok sabha) પક્ષ-વિપક્ષ બધાએ બિલના સમર્થનમાં વોટ આપ્યા હતા. બિલના સમર્થનમાં 385 વોટ જ્યારે વિરોધમાં એકપણ વોટ પડ્યો ન હતો. લોકસભામાં સરકારે સોમવારે ઓબીસી સંબંધિત (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું, જે રાજ્યને સરકાર અને સંઘ રાજ્ય ક્ષેત્રને સામાજિક તથા શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની સ્વંય રાજ્ય સૂચી/સંઘ રાજ્ય ક્ષેત્ર સૂચી તૈયાર કરવા માટે સશક્ત બનાવે છે. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે (Virendra Kumar)અન્ય પછાત વર્ગ સંબધિત સંવિધાન (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે 5 મે ના રોજ એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યોને સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત લોકોને નોકરી અને એડમિશનમાં અનામત આપવાનો અધિકાર નથી. આ માટે જજોએ 102ના સંવિધાનનો હવાલો આપ્યો હતો