હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં જમીન ધસી પડવાની ઘટનામાં 11ના મોત થયા છે અને બચાવ કામગીરી ચાલુ છે. આ દુર્ઘટના કિન્નોરના નિગુલસરી વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર પાંચ પર પહાડ ધસી પડવાના લીધે બુધવારે સવારે 12 વાગ્યાની આસપાસ બની હતી.આ સમાચાર મળવાના પગલે આઇટીબીપીના લગભગ 300 જવાનોની એક ટુકડી ઘટનાસૃથળે ધસી ગઈ હતી અને બચાવ તથા રાહતકાર્ય શરૂ કરી દીધું હતું. જો કે તે સમયે થોડા સમય સુધી પથ્થરો પડતા રહેવાના લીધે બચાવકાર્યમાં વિઘ્ન નડયું હતું.
પહાડ ધસી પડવાની આ ઘટના બની ત્યારે તેમાં હિમાચલ પ્રદેશ ટુરિઝમની એક બસ પણ ફસાઈ ગઈ હતી. તેમા કુલ 24 યાત્રીઓ હોવાનું કહેવાય છે. ભૂસ્ખલનની ઘટનામાં એક બસ અને એક ટ્રકની સાથે બીજા કુલ પાંચેક વાહનો ફસાયા હોવાનું કહેવાય છે. જો કે બસના ડ્રાઇવર અને કંડક્ટરને બચાવી લેવાયા છે. તેઓએ જ જણાવ્યું હતું કે બસમાં 24 પ્રવાસીઓ છે. આમ બસનો ફક્ત ડ્રાઇવર અને કંડક્ટર જ બચ્યા છે, બધા પ્રવાસીઓ કાટમાળમાં ફસાયેલા છે. બસ હરિદ્વારથી જઈ રહી હતી. જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય અિધકારીઓ ઘટનાસૃથળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત સૃથાનિકો પણ બચાવકાર્યમાં મદદ કરી રહ્યા છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુર પોતે પણ દુર્ઘટનાની સિૃથતિની સમીક્ષા કરવા ઘટનાસૃથળે પહોંચ્યા હતા.
એનડીઆરએફની ટીમે 13 લોકોને બચાવ્યા છે અને 11ના શબ મળી આવ્યા છે. બચાવકાર્ય જારી છે, પરંતુ થોડી-થોડી વારે મોટા-મોટા પથ્થરો પડી રહ્યા હોવાના લીધે બચાવકાર્ય પર અસર પડી રહી છે. આઇટીબીપીના પ્રવક્તા વિવેક પાંડે મુજબ હજી પણ લગભગ 60 લોકો ફસાયા હોવાની શંકા છે. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સીએચસી ભાવાનગર ખાતે લઈ જવાયા હતા. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિરેક્ટર સુદેશ કુમાર મોખ્તાએ જણાવ્યું હતું કે આ ભૂસ્ખલનમાં સપડાયેલી ટાટા સુમોમાંથી આઠના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશ ટુરિઝમની હરિદ્વાર જતી બસ ખાઇમાં પડી હોવાનું છેવટે દેખાયુ છે અને તેના માટે પણ બચાવકાર્ય શરૂ કરી દેવાયું છે. સાવ નાશ પામેલી ટ્રકમાંથી તેના ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો છે. મૃત્યુ પામેલામાં પાંચ મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિન્નોર દુર્ઘટના અંગે મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરી પરિસિૃથતિની જાણકારી મેળવી છે. જ્યારે ગૃહપ્રધાન અમિત શાહે આ અંગે આઇટીબીપીના ડીજીપી સાથે વાત કરી છે. ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર મળે તે માટે હેલિકોપ્ટર મોકલવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી છે.