પશ્ચિમ બંગાળ રાજ્ય ના નંદીગ્રામ મામલાની સુનાવણી આવતી 15મી નવેમ્બર સુધી ટાળવામાં આવી છે. સુનાવણી ટળતા જ એ પણ સાબિત થઇ ગયું કે મુખ્યમંત્રી પદ પર રહેવા માટે મમતા બેનરજીએ(Mamta Banergee) અન્ય કોઇ બેઠક પરથી ચૂંટણી જીતવી પડશે. હાલ મમતા બેનરજીએ અન્ય કોઇ બેઠક પરથી ચૂંટણી લડવા માટે 85 દિવસ બચ્યા છે. તૃણમુલ કોંગ્રેસ(TMC) તરફથી ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી રહી છે કે જે પણ બેઠકો ખાલી પડી છે તેના પર પેટા ચૂંટણી કરાવવામાં આવે. નંદીગ્રામ બેઠક પર મમતા બેનરજીની હાર થઇ હતી. જે બાદ મતગણતરીમાં ધાંધલીનો આરોપ લગાવી નંદીગ્રામનો મામલો કોલકાતા હાઇકોર્ટ પહોંચી ગયો હતો જે જાણીતું છે.
તો હવે એની સુનાવણી હવે 15મી નવેમ્બરે કરવામાં આવશે. એવામાં મમતાએ મુખ્ય મંત્રી પદ પર રહેવું હોય તો પાંચ નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે. ટીએમસીને ડર છે કે જો કોરોના મહામારીને કારણે પેટા ચૂંટણીઓમાં મોડુ થાય તો મમતાએ રાજીનામુ આપવું પડશે.
હમણાં મમતા બેનરજી માટે ભવાનીપુર બેઠક ટીએમસીના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે ખાલી કરી દીધી છે. મમતા બેનરજીની આ પરંપરાગત બેઠક છે પણ આ વખતે તેઓએ ભાજપના નેતા શુભેંદુ અિધકારીને ટક્કર આપવા માટે નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો જ્યાં તેઓ હારી ગયા હતા. હવે જોવું રહ્યું કે દીદી ક્યાં થી ચુંટણી લડશે.