હવે થી નાદિર ગોદરેજ (Nadir Godrej)1 ઓક્ટોબરે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે. જાણીતા ઉદ્યોગપતિ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ(Godrej Industries)ના ચેરમેન આદિ ગોદરેજે (Adi Godrej) શુક્રવારે કંપનીના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ(board of directors)માંથી રાજીનામું આપ્યું. કંપનીએ 13 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે નાદિર ગોદરેજ (Nadir Godrej)1 ઓક્ટોબરે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે. નાદિર ગોદરેજ હાલમાં જીઆઈએલ(GIL)ના મેનેજિંગ ડિરેક્ટર છે.
જો કે ગોદરેજ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આદિ ગોદરેજ ગોદરેજ ગ્રુપના ચેરમેન અને જીઆઈએલના માનદ ચેરમેન તરીકે ચાલુ રહેશે. રાજીનામું આપ્યા બાદ 79 વર્ષીય ઉદ્યોગપતિ આદિ ગોદરેજે જણાવ્યું હતું કે, “ચાર દાયકાથી વધુ સમય સુધી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝની સેવા કરવાનો લહાવો છે, જે દરમિયાન અમે મજબૂત પરિણામો આપ્યા છે અને અમારી કંપનીમાં પરિવર્તન લાવ્યું છે.” તેમણે બોર્ડ, ટીમના સભ્યો, ગ્રાહકો, બિઝનેસ પાર્ટનર્સ, શેરહોલ્ડરો, રોકાણકારો અને સમુદાયોની સતત ભાગીદારી માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.
ઉપરાંત નાદિરે તેમની નવી ભૂમિકા માટે અને તેમના નેતૃત્વ અને માર્ગદર્શન માટે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ટીમ અને બોર્ડનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમારી નેતૃત્વ ટીમ આ પાયાને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.