GSEB: ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરાયું,

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા (Gujarat Education board) ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર (12th science repeaters student online result) વિદ્યાર્થીઓનું રીઝલ્ટ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે 16મી ઓગસ્ટનાં રોજ રીપીટર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન જોઈ શકશે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા આવ્યું છે. નોંધનીય છે કે, 30,343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4649 વિદ્યાર્થીઓ જ ઉતીર્ણ થયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર થનાર હતું. જ્યારે શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત પાછળથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર જઈને પોતાનો સીટ નંબર નાંખવો પડશે. જે બાદ જ તેઓ પોતાનું પરિણામ જોઈ શકશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ-9થી 12ને એક જ નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરવામાં આવી છે. અને ભાર વગરના ભણતરને ધ્યાને રાખીને ધોરણ-9થી 12માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાનું સૂચન કર્યું છે. આમ થવાથી ધોરણ-9થી 12ના 4 વર્ષના શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીને કુલ 8 પરીક્ષામાંથી ઉત્તિર્ણ થવાનું રહે અને તેને નીચેના વર્ગની એટીકેટીનો પણ લાભ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *