ગુજરાત : હવામાન વિભાગે આપ્યા ખુશખબર! આવનાર ત્રણ દિવસ રાજયમાં નોંધપાત્ર વરસાદની આગાહી નોંધાય રહી છે.
આપણે જોઈ એ જ છે કે છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાઈ ગયો છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. લાંબા બ્રેક બાદ મેઘરાજાની પધરામણી થવા જઈ રહી છે. હવામાન વિભાગે આગામી 18, 19 અને 20 ઓગસ્ટના રાજ્યમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે.
ગુજરાત ના દક્ષિણ ભાગ જેવા કે તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવાઈ છે. હવામાન વિભાગ પ્રમાણે કચ્છ કે ઉતર ગુજરાતના વિસ્તારોમાં હાલ વરસાદની શક્યતા નથી. ઉલ્લેખનિય છે કે વરસાદ ખેંચાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં વાવણી બાદ હાલ પિયત માટે પાણીની તાતી જરૂર છે. ત્યારે હાલના સંજોગોમાં મેઘરાજા નું મન મૂકી વરસવું જરૂરી છે.