આપણા દેશમાં ચા પીવી એક રીવાજ બની ગયો છે. મોટાભાગના લોકો સવારે ઉઠીને પહેલી ચા પીવે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો તમે ચાને લાંબા સમય સુધી ઉકાળીને પીશો તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ જો ચાને હેલ્ધી રીતે બનાવવામાં આવે તો તેના ઘણા ફાયદા મળે છે. ચાને હેલ્ધી બનાવવા માટેની થોડીક ટીપ્સ:
- આપણે બધા જાણીએ છીએ કે કેટલાક લોકોને ખાંડ વગરની ચા પસંદ નથી, તેથી શક્ય તેટલી ઓછી ખાંડવાળી ચાનું સેવન કરો. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો તમે ખાંડ વગરની ચા પીશો તો તે વધુ હેલ્ધિ રહેશે.
- ચાને વધારે પ્રમાણમાં ઉકાળવી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ પડતી ઉકાળેલી ચા પીવાથી એસિડીટીની સમસ્યાઓ વધી જાય છે. ચા ઉકળ્યા પછી જ તેમાં ખાંડ અથવા મધ ઉમેરવું.
- ચાની ખરીદી કરો ત્યારે ધ્યાન રાખવું કે પાનની ગુણવત્તા સારી હોય. સારી ક્વોલિટીની ચા માં સ્વાદ માટે તો સારું જ રહેશે. પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થશે.
- જ્યારે પણ તમે ચા ઉકાળો, તેમાં લવિંગ, એલચી, આદુ, તજ, તુલસી અથવા કેસર ઉમેરો. તેનાથી તમારી ચા નો સ્વાદ તો મજેદાર બનશે સાથે સાથે તેની ક્વોલિટી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનશે.
- આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ખાલી પેટે ચા પીવી તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. સવારે કંઈક ખાધા પછી જ ચા નું સેવન કરવું જોઈએ. નરણાં કોઠે ચા પીવાથી પેટ તેમજ આંતરડાની સમસ્યા થાય છે.
- ચામાં હાજર કેફીન એસિડિક હોય છે અને આપણી ઊંઘને ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. જો તમે કેફીનથી બચવા માંગો છો, તો તમે તુલસીવાળી ચાનું સેવન કરી શકો છો.