શેર માર્કેટની વધતી ઉચાઈઓ, સેન્સેક્સ 56 હજારને પાર

ભારતીય શેર માર્કેટ આજે ઐતિહાસિક ઉંચાઈએ છે. બીએસઈ સેન્સેક્સ બુધવારે 281 પોઈન્ટના ઉછાળા સાથે 56,073.31 પર ખુલ્યો હતો. સવારે 9:26 કલાક આસપાસ સેન્સેક્સ 294 પોઈન્ટની તેજી સાથે 56,086.50 સુધી પહોંચી ગયો હતો જે સેન્સેક્સનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે.  નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 77 પોઈન્ટની તેજી સાથે 16,691.95 પર ખુલી હતી. સવારે 9:28 વાગ્યા આસપાસ નિફ્ટી 79 પોઈન્ટની તેજી સાથે 16,693એ પહોંચી ગઈ હતી. નિફ્ટી પર મેટલ અને પીએસયુ બેંક સિવાય અન્ય તમામ સેક્ટર ગ્રીન સિમ્બોલમાં દેખાઈ રહ્યા છે.

HDFC બેંકના શેરમાં આજે 3 ટકાની તેજી દેખાઈ હતી. રિઝર્વ બેંકે HDFC બેંકને ફરી નવી ક્રેડિટ બહાર પાડવાની મંજૂરી આપી દીધી છે. આ કારણે HDFCના શેરોમાં આજે તેજી છે.

ભારતીય શેર માર્કેટ મંગળવારે લાલ નિશાનમાં ખુલ્યુ હતું પરંતુ ત્યાર બાદ તેમાં ઉતાર-ચઢાવનું વલણ રહ્યું. બીએસઈ સેન્સેક્સ સવારે 17 પોઈન્ટ તૂટીને 55,565.64 પર ખુલ્યો. સવારે 9:24 વાગ્યા બાદ સેન્સેક્સ લીલા નિશાનમાં પહોંચી ગયેલો. બપોરે 3:00 વાગ્યા બાદ સેન્સેક્સ અચાનક ઝડપથી શિખર તરફ વધવા લાગ્યો હતો. વધતો સેન્સેક્સ 55,854.88ની ઉંચાઈ સુધી પહોંચી ગયો જે અત્યાર સુધીનું ઐતિહાસિક સ્તર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *