સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાનો ફીડબેક આપે છે. પોતાના અંદાજ માટે જાણીતી સ્વરા ભાસ્કરને પોતાની વાત મુકવી પડી ગઈ છે. સ્વરાએ હાલમાં જ તાલિબાન આતંકવાદીઓને લઈ ટ્વીટ કર્યું છે જે પછી ‘Arrest Swara Bhasker’ ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે.
સ્વરા ભાસ્કરે અફઘાનિસ્તાનની પરિસ્થિતિને લઇ ટ્વીટ કર્યું હતું. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાને કબ્જો કરી લીધો છે. સ્વરાએ અફઘાનિસ્તાનની આ કન્ડિશનની તુલના ભારત સાથે કરી નાખી છે જેના કારણે એમની ધરપકડ કરવા માટે સોશિયલ મીડિયા પર માંગ ઉઠી રહી છે.
સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું- અમે હિન્દુત્વ આતંક સાથે સારા નહિ હોઈ શકે અને તાલિબાન આતંકથી હેરાન અને તબાહ થઇ ગયા છે. અમે તાલિબાન આતંકથી શાંત નહિ બેસી શકીએ છે અને ફરી હિન્દુત્વના આતંક અંગે નારાજ થઇએ છે. આપણા માનવીય અને નૈતિક મૂલ્ય ઉત્પાદિતની ઓળખ પર આધારિત નહિ હોવું જોઈએ.
આ ટ્વીટ બાદ સ્વરા ભાસ્કરની મુશ્કેલીઓ વધી છે. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્વીટને લઈને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – સ્વરા ભાસ્કરની ધરપકડ કરો, તેણીએ અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
બીજી બાજુ અન્ય એક યુઝરે લખ્યું – સ્વરા ભાસ્કરની હિંદુત્વના અપમાન બદલ ધરપકડ કરો. હિન્દુઓએ ક્યારેય કોઈ આતંકવાદી કૃત્ય કર્યું નથી.
કેટલાક યુઝર્સ સ્વરાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો સ્વરા સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી રહ્યા છે.