ગુજરાતના સોમનાથ (somnath) જેવા ભારતીય અસ્મિતાના (Indian identity) મોટા પ્રતિકોને તેમનું જૂનું ગૌરવ અપાવવા માટે ભારત સરકાર (Government of India) કામ કરી રહી છે. જેનું સપનું સાત દશક પહેલા સરદાર પટેલે (sardar patel) જોયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) માટે સોમનાથ અથવા અયોધ્યામાં મંદિર નિર્માણ સાથે જોડાયેલી સંકુચિત હિન્દુત્વનો સંકેત નથી. જેવો એક સમયે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ માનતા હતા. આ જ કારણ છે કે મોદી સરકાર ભારતીય ઇતિહાસમાં (Indian History) મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા મંદિરો અને નગરોના વિકાસ માટે પુરી લગનથી જોડાયેલી છે. આ જ વિચાર અંતર્ગત પ્રસાદ જેવી સરકારી યોજનાઓને (Government schemes) ઝડપથી લાગુ કરવામાં આવી રહી છે. જેથી કરીને પ્રાચીન નગરોમાં પર્યટકોનો મેળો ફરીથી લાગી શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે શુક્રવારે સવારે અગિયાર વાગ્યે સોમનાથ સાથે જોડાયેલી ત્રણ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ પાર્વતી માતા મંદિર માટે શિલાન્યાસ પણ કરશે. કોરોનાના સમયમાં આ બધું જ ઓનલાઈન થશે. વર્ચ્યુઅલ સ્વરૂપમાં થશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાશે. જોકે, મોદી અને શાહ આ દરમિયાન બેવડી ભૂમિકામાં હશે. મોદી દેશના વડાપ્રધાનની સાથે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષની ભૂમિકામાં, તો અમિત શાહ ગૃહમંત્રીની સાથે સોમનાથ ટ્રસ્ટના સભ્ય તરીકે હશે.
પીએમ મોદી જે ત્રણ પરિયોજનાઓનું લોકાર્પણ કરવાના છે. એમાં સૌથી ખાસ પ્રોમનેડ છે જેને સમુદ્ર દર્શન પથ નામ આપવામાં આવ્યું છે. આશરે 47 કરોડ રૂપિયાના ખર્ચે પ્રોમનેડનું નિર્ણાણ કરવામાં આવ્યું છે. જેના માટે ધન કેન્દ્રીય પર્યટન મંત્રાલયના તીર્થ યાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક વિરાસત અભિયાન, જે ‘પ્રસાદ’ યોજના તરીકે પ્રખ્યાત છે એમાંથી આપવામાં આવ્યું છે. આશરે દોઢ કિલોમીટર લાંબો અને સત્તર ફૂટ પહોળા આ સમુદ્ર દર્શન પથની સાથે જે દીવાલ ઉભી કરવામાં કરવામાં આવી છે તેમાં ભગવાન શિવના જીવન સાથે જોડાયેલા આકર્ષક ચિત્ર બનાવવામાં આવ્યા છે. જે શિવપુરાણ ઉપર આધારિત છે. આ પથ ઉપર લટાર મારતા સમયે તમે સાગરની લહેરો નિહારવાની સાથે સાથે સોમનાથ મંદિરની ભવ્યતાનો અહેસાસ પણ કરી શકો છો. આ સમુદ્ર દર્શન પથ ઉપર બાળકો સાઈકલ પણ ચલાવી શકશે અથવા ગેમ રમી શકે છે. જેને આ પથમાં જ તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રોમનેડ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રદર્શન ખંડનું પણ લોકાર્પણ કરશે જેમાં એ મૂર્તિઓ અને સમાગ્રીઓને રાખવામાં આવી છે જે સોમનાથ મંદિરના નિર્માણ વખતે ખોદકામમાંથી નીકળી હતી. ભૂમિની અંદરથી એક પછી એક જૂના મંદિરોના અવશેષો પ્રાપ્ત થયા હતા. જેમાંથી મોટાભાગના સોમનાથના સરકારી સંગ્રહાલયની શોભા વધારી રહ્યા છે. પરંતુ જે સામગ્રી સોમનાથ મંદિર પ્રાંગણમાં રહી ગઈ છે. તેને આ પ્રદર્શન ખંડમાં સજાવવામાં આવશે. પ્રદર્શન ખંડ, જેમાં સોમનાથ એક્ઝિહિબિશન ગેલેરીનું નામ આપવામાં આવ્યું છે. જે કેન્દ્રીય પર્યટન મંત્રાલયના પ્રસાદ ફેઝ-1 પરિયોજનાનો ભાગ છે. જે અંતર્ગત પ્રદર્શન ખંડના નિર્માણ ઉપરાંત પાર્કિંગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 35 કરોડ રૂપિયાના ખર્ચે આ પરિયોજનાને પુરી કરવામાં આવી છે. સમુદ્ર દર્શન પથની સાથે જ પ્રદર્શન ખંડનું નિર્માણ સોમનાથ આવનારા પર્યટકો અને શ્રદ્ધાળુઓ માટે આકર્ષકના નવા કેન્દ્ર બનનારા છે