50,000 રૂપિયા સુધી જશે સોનું, રોકાણ કરવાની ગોલ્ડન તક

ગઈ કાલે બુધવાર સાંજે માર્કેટ બંધ થયું તે સમયે સોના અને ચાંદીના વાયદા બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price) 0.29 ટકા એટલે કે 139 રૂપિયાના ઘટાડાની સાથે 47,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું હતું. બીજી તરફ, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં 1.26  ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર 794 રૂપિયાના કડાકા સાથે સિલ્વર વાયદો 62,432 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું. આમ સોનું ઓગસ્ટ 2020ના ઉચ્ચતમ સ્તર 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લગભગ 9000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, અમદાવાદ (Ahmedabad Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,810 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 48,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, વડોદરા (Vadodara Gold Price)માં 22 કેરેટ સોનાની કિંમત 46,080 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 47,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *