અશરફ ગની: મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો!

અફઘાનિસ્તાન છોડીને ભાગેલા ત્યાના રાષ્ટ્રપતિ અશરફ ગનીનું બુધવારે UAE માં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. UAE થી તેમણે અફઘાનિસ્તાનના (Afghanistan) નાગરીકો માટે પહેલો સંદેશ મોકલ્યો છે. દેશ છોડીને ભાગવાના આરોપોને તેમણે નકારીને અફવા માત્ર ગણાવી છે. તેમણે કહ્યુ કે 4 કાર અને રૂપિયાથી ભરેલા હેલિકોપ્ટર લઇને ભાગવાની વાત ખોટી છે. તેમણે કહ્યુ કે તેમણે કાબુલ ફક્ત માર-કાટથી બચવા માટે છોડ્યુ છે. ગનીએ જણાવ્યુ કે તેમની પાસે શૂઝ બદલવાનો પણ સમય ન હતો. એ દિવસે તે રાષ્ટ્રપતિ ભવનથી એજ સેન્ડલ પહેરીને નિકળ્યા હતા જે તેમણે તે દિવસે પહેરી રાખ્યા હતા.

તેઓ એ જણાવ્યુ કે એ વાત પર વિશ્વાસ ન કરો જેમાં તમને જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિએ તમને વેચી નાખ્યા અને ફાયદા અને પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા. તેમણે કહ્યુ કે આ બધા આરોપો નિરાધાર છે અને હુ તે બધાનું ખંડન કરુ છુ. મારી પાસે અફઘાનિસ્તાન છોડતી વખતે એટલો પણ સમય ન હતો કે હુ ચંપલ બદલીને શૂઝ પહેરુ.

UAE ના વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલયે આ વાતની પુષ્ટી કરી હતી કે યુએઇએ માનવીય આધાર પર રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારનું દેશમાં સ્વાગત કર્યુ હતુ. આની પહેલા તે ક્યાં હતા તેને લઇને કોઇ સ્પષ્ટ જાણકારી નથી. એક રિપોર્ટ્સ પ્રમાણે તેઓ ઓમાન, તાઝિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અથવા તો લેબનન ભાગી ગયા હશે. અશરફ ગનીએ જણાવ્યુ કે તેમને દુબઇમાં નથી રહેવું અને તે ઘર વાપસી કરવા માટે વાતચીત કરી રહ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ સત્તાના શાંતિપૂર્ણ પરિવર્તનના પક્ષમાં હતા પરંતુ તેમને અફઘાનિસ્તાનમાંથી કાઢી મુકવામાં આવ્યા. તેમણે તાલિબાની અને પૂર્વ રાષ્ટ્રપતિ કરજઇ અને વરિષ્ઠ અધિકારી અબ્દુલ્લા વચ્ચે ચર્ચાનું સમર્થન કર્યુ અને જણાવ્યુ કે તેઓ આ પ્રક્રિયાની સફળતા ઇચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *