તમે જાણો છો કોણ છે આ અંતરા? અંતરાએ અનિલ કપૂરની બહેન રીનાના દીકરા મોહિત સાથે 2018માં લગ્ન કર્યા હતા. અનિલ કપૂરની બહેન રીના કપૂરની વહુ અંતરા મારવાહનું સીમંત ભરવામાં આવ્યું છે. અંતરા મારવાહ જાણીતી પૂર્વ એક્ટ્રેસ ટીના અંબાણીની બહેનની દીકરી છે.
અંતરા મારવાહના સીમંતમાં રિયાનો પતિ કરન બુલાની, શનાયા કપૂરનો ભાઈ તથા સંજય કપૂરનો દીકરો જહાન, અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન કપૂર, જાહન્વી કપૂર તથા સોનમ કપૂરનો પતિ આનંદ આહુજા જોવા મળ્યા નહોતા. અંતરા મારવાના બેબી શાવરમાં (Baby Shower) કપૂર પરિવાર ફરી એકવાર સાથે જોવા મળ્યો છે, જેની તસવીરો સોનમ, અર્જુન, શનાયા અને અંશુલાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સોનમ કપૂરના પિતરાઈ ભાઈ મોહિત મારવા ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યા છે. બેબી શાવરની કેટલીક તસવીરો કપૂર પરિવારે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટા શેર કરતા સોનમ કપૂરે લખ્યું કે,”અંતરા મારવાના બેબી શાવરમાં કપૂર ફેમિલી.”
તસવીરોમાં કપૂર પરિવાર ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહ્યો છે. તસવીરોમાં અંશુલા, સોનમ, શનાયા, ખુશી, રિયા, કરણ બુલાની, અર્જુન કપૂર, મોહિત મારવા અને અંતરા મારવા જોવા મળી રહ્યા છે.