પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ (Somnath Trust)ના અધ્યક્ષ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ના વરદ હસ્તે મંદીર ખાતે યાત્રિ સુવિધાના અનેક વિધ પ્રોજેક્ટનું ઇ-લોકાર્પણ અને શિલાન્યાસ કર્યુ. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ (Somnath Temple) ઉપસ્થિત રહ્યા. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી. પીએમ મોદીના હાથે વૉક-વે (Walk-Way)નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. સોમનાથમાં યાત્રી સુવિધાના મહત્ત્વના પ્રોજેક્ટ સમુદ્ર દર્શન પથ (પ્રોમોનેડ), સોમનાથ એક્ઝિબિશન ગેલેરી (Somnath Exhibition Centre), માતોશ્રી અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિર (1783) નવનિર્મિત પરિસરનું લોકાર્પણ પીએમ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું. તેમજ નૂતન પાર્વતી મંદિરના શિલાન્યાસ વિધિ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં દેશના પર્યટન મંત્રી, ટ્રસ્ટી લાલ કૃષ્ણ અડવાણી ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીએ આ પ્રસંગે કહ્યુ, ‘આજે હું પવિત્ર ધામ સોમનાથમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી જોડાઈ રહ્યો છું પરંતુ મનથી હું સોમનાથના સાનિધ્યમાં જ છું. આજે મને સમુદ્ર દર્શન તટ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જિર્ણોદ્ધાર પછી નવા સ્વરૂપે જૂના સોમનાથના લોકાર્પણનું સૌભાગ્ય મળી રહ્યુ છે. આ સાથે આજે પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ થઈ રહ્યો છે. આટલો પવિત્ર સંયોગ અને શ્રાવણનો મહિનો આ સોમનાથ દાદાના આશિર્વાદની સિદ્ધી છે. સાથીઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી લઈને કચ્છના કાયાકલ્પ સુધી પર્યટનથી જે આધુનિકતા બને છે તે ગુજરાતે જોયું છે.’
મારી નજરે સોમનાથનું નિર્માણ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે સમૃદ્ધ અને સંપન્ન ભારત ભવનનું નિર્માણ થશે. આપણા માટે ઈતિહાસ અને આસ્થાનો મૂળ ભાવ છે સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ,’ દુનિયાને કાયમ આશ્ચર્ય થયું કે આટલી વિવિધતામાં એકતા કેવી રીતે છે. આપણી આધ્યાત્મિકતાને ભારતને એકતાના સૂત્રોમાં પોરવવા મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સમગ્ર વિશ્વ ભારતની દુનિયાન, લોકો અને દર્શન અને શાસ્ત્ર પ્રત્યે આકર્ષિત થઈ રહ્યો છે. આપણા આધ્યાત્મિક ટુરિઝમ ક્ષેત્રે અનેક સંભાવના છે.