SBIએ આપી રક્ષાબંધન નિમિતે મહત્વની સૂચના: સલામતી માટે બેન્કે 8 પોઈન્ટ સૂચવ્યા

ભારતીય સ્ટેટ બેંકમાં ખાતું ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. રક્ષાબંધન 2021 પર બેન્કે ગ્રાહકોને એક ખાસ માહિતી આપી છે, જેના દ્વારા તમે તમારા પૈસા સુરક્ષિત રાખી શકો છો. આ ઉપરાંત, તમે તમારી સાથે થતી સાયબર છેતરપિંડીથી પણ બચી શકો છો. બેંકે કહ્યું છે કે આ રક્ષાબંધન, તમારે તમારા પૈસા SBI સાથે સુરક્ષિત રાખવા જોઈએ. તમારા પૈસાની સલામતી માટે બેન્કે 8 પોઈન્ટ વિશે જણાવ્યું છે, જેનું તમારે ધ્યાન રાખવું પડશે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને આ 8 મુદ્દાઓ વિશે માહિતી આપી છે. બેંકે લખ્યું છે કે આ રક્ષાબંધન તમારે આજીવન સુરક્ષાને ધ્યાનમાં રાખવી જોઈએ. તમે આ રક્ષાબંધન સાયબર છેતરપિંડીથી તમારી જાતને અને તમારા નજીકના લોકોને સુરક્ષિત કરી શકો છો.

આ છે એ 8 મુદા:

S – ઓનલાઈન સ્કેમથી સાવધાન રહો
U – સ્ટ્રોન્ગ પાસવર્ડનો ઉપયોગ કરો
R – અજાણી લિંક પર ક્લિક ન કરો
A – અજાણ્યા એપને ડાઉનલોડ ન કરો
K – પોતાના ખાતામાંથી થતાં ટ્રાંઝેક્શન પર નજર રાખો
S – પોતાના પર્સનલ ડેટા સિક્યોર રાખો
H – ટ્રાંઝેક્શન સમયે, ઓટીપી, સીવીવી,પીનનંબરનું ધ્યાન રાખો
A – હંમેશા ફોનમાં એન્ટી વાયરસ અપડેટ રાખો

ગ્રાહકે તેની અંગત વિગતો કોઈની સાથે શેર ન કરવી જોઈએ. આમ કરવાથી ગ્રાહકના ખાતામાં જમા થયેલી રકમ ઉડાડી શકાય છે. બેંકે કહ્યું કે તમારે તમારો એટીએમ પિન, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને ઓટીપી ક્યારેય કોઈની સાથે શેર ન કરવા જોઈએ. બીજા વિકલ્પ દ્વારા ફરિયાદ નોંધાવવા માટે, તમારે તમારા રાજ્યનું નામ, લોગિન આઈડી, મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરવું પડશે. જો તમે નવા વપરાશકર્તા છો તો સૌથી પહેલા તમારે આ પોર્ટલ પર તમારી નોંધણી કરાવવી પડશે. નવા વપરાશકર્તા તરીકે નોંધણી કરવા માટે, તમારે તમારો મોબાઇલ નંબર આપવો પડશે. જે બાદ તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ઓટીપી ભર્યા પછી, રજિસ્ટ્રેશનનું કામ સબમિશન પર પૂર્ણ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *