અમરેલીના સાવરકુંડલા પાસેના ખડકાળા ગામે નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહનું મોત થયુ છે..ખારી નદીના પુલ પાસે 52 નંબરના રેલવે ફાટકની નજીક રેલવે ટ્રેક પર પાંચ વર્ષનો સિંહનો કપાયેલો મૃતદેહ જોવા મળ્યો.. ડબલ ડેકર ગુડ્સ ટ્રેનમાં સિંહ કપાયો હોવાની માહિતી મળતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સાવરકુંડલા નજીક આવેલ ખડકાળા ગામ ના રેલવે ટ્રેક્ પર સિંહ કપાયો. ખડકાણા 52 નંબર ના રેલવે ફાટક ની નજીક ખારી નદીના પુલ પાસે પાંચ વર્ષનો નર સિંહ મૃત્યુ પામ્યો. ડબલ ડેકર goods train માં સિંહ કપાતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડતા થયા છે. સિંહના કપાયેલા કેટલાક અંગોની એકઠા કરી સિંહના મૃતદેહને વન વિભાગના કર્મચારીઓએ ટ્રેક પરથી હટાવી ધારી ખાતે લઇ જવાયો હતો. રાત્રિના ૯.૩૦ બનેલી ઘટના તમામ કાર્યવાહી પૂર્ણ થતા લગભગ રાત્રીના બે વાગ્યા બાદ ગુડ ટ્રેનને રવાના કરાઈ હતી.
આ જ ટ્રેક પર બે વર્ષ પહેલા પેસેન્જર ટ્રેનમાં બે સિંહબાળ કપાયાની ઘટના બની હતી. તેમજ કપાયેલા સિંહોના અંગો એકઠા કરીને મૃતદેહ વનવિભાગના કર્મચારીઓ ધારી લઈ આવ્યા હતા..રાતે સાડા નવ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.અને વનવિભાગની કામગીરી બાદ રાતે બે વાગ્યે ગુડ્સ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.. આ જ ટ્રેક પર બે વર્ષ પહેલા પેસેન્જર ટ્રેનમાં બે સિંહબાળ કપાયાની ઘટના બની હતી..