કેન્દ્રની મોદી સરકાર સૌથી મોટો નિર્ણય કરવા જઈ રહી છે.જેમાં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા મોટી રકમ એકત્ર કરવા માટે, આજે સરકારી સંપત્તિઓની મોટી યાદી જાહેર કરવા જઈ રહી છે. આ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP) સ્કીમ પણ લોન્ચ કરશે, આ સ્કિમનો મુખ્ય ઉદેશ જે હવેના આવનારા ચાર વર્ષમાં વેચાયેલી સરકારી સંપત્તિનો સંપૂર્ણ હિસાબ આપશે.
મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ MMP સ્કીમ લોન્ચ કર્યા પછી આ મામલે નીતિ આયોગે રવિવારે જણાવ્યું હતું કે NMP દ્વારા સરકાર આગામી ચાર વર્ષ માટે વિનિવેશ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે અને રોકાણકારોને પણ સ્પષ્ટ સંદેશ મળશે.
તેમણે જણાવ્યું હતું કે વેચાણ દ્વારા એકત્ર કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં કરવામાં આવશે. તેમણે બજેટમાં પણ ઇન્ફ્રા અને વિનિવેશ પર જ વધુ ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે NITI આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર, NITI આયોગના CEO અમિતાભ કાંત અને અન્ય સચિવો પણ યોજનાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે.