8 કરોડ ડોલરના કૌભાંડ સંદર્ભમાં ટેકનોલોજી કંપનીના ભારતીય મૂળના પૂર્વ સીઇઓ મનિષનીઅમેરિકામાં ધરપકડ

અમેરિકામાં ટેકનોલોજી કંપનીના ભારતીય મૂળના પૂર્વ સીઇઓની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર રોકાણકારો સાથે 8 કરોડ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર મનિષની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તે મોબાઇલ એપ હેડસ્પીનના સહસૃથાપક અને પૂર્વ સીઇઓ હતાં. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે વર્ષ 2015થી માર્ચ 2020 દરમિયાન રોકાણકારોના 10 કરોડ ડોલર એકત્ર કર્યા હતાં. તેમણે રોકાણકારોને કંપનીની વાર્ષિક આવક અંગે ખોટી માહિતી આપી હતી અને નાણાકીય સિૃથતિ પણ વાસ્તવિક કરતા વધુ સારી બતાવી હતી. વિભાગે જણાવ્યું હતું કે 2020ના મધ્યમાં જ્યારે નાણાકીય સિૃથતિની સમીક્ષા કરવામાં આવી તો કંપનીની આવક માત્ર 2.63 કરોડ ડોલર હતી.

જ્યારે કંપનીની આવક 9.53 કરોડ ડોલર બતાવવામાં આવી હતી. આ આરોપ હેઠળ મનિષને મહત્તમ 20 વર્ષની સજા થઇ સકે છે.  ઉલ્લેખનીય છે કે મે,2020માં એક ઓડિટિંગ ફર્મ દ્વારા કંપનીના અનઓડિટેડ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટની સમીક્ષા કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર   હેડસ્પીનની નાણાકીય વર્ષ 2020ના પ્રથમ છ માસમાં ક્યુમેલિટીવ આવક 2.63 ડોલર હતી જ્યારે રિપોર્ટમાં આ આવક 9.53 કરોડ ડોલર બતાવવામાં આવી હતી. હેડસ્પીનની સૃથાપના કરતા પહેલા લછવાનીએ એમેઝોનના ટેબલેટ કિન્ડલ માટે પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલોપ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *