અમદાવાદ(Ahmedabad)માં એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિર(Iscon Temple) માં દર વર્ષે જન્માષ્ટમી(Janmashtami)નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં કોરોના પૂર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રાધા ગોવિંદજીના દર્શનનો લાભ ઉઠાવ્યો હતો.
પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમીના રોજ દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં ૨૦૦ દર્શનાર્થીઓને દર્શન કરવા દેવામાં આવશે. કોરોના મહામારીની તકેદારીના ભાગરૂપે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્ટનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે તેવું મંદિર દવારા જણાવાયું છે.
મંદિર પરિસરમાં ભીડના થાય તેના માટે કોઈ પણ દર્શનાર્થીને મંદિર પરિસરમાં બેસવા દેવામાં નહિ આવે. સાથે સાથે અમદાવાદ ના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે.જનમાષ્ટમીના દિવસે સવારે ૦૪:૩૦ વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે ત્યાર બાદ ૦૭:૩૦ વાગ્યે ભગવાનના નવા વસ્ત્રોના શ્રુંગાર દર્શન ત્યારબાદ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ કથા અને ત્યારબાદ સવાર ૯ થી રાત્રી ના ૧ વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ભક્તો દ્વારા કરવામાં આવશે.
ઇસ્કોન મંદિર ના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજી દ્વારા જણાવામાં આવ્યું કે, “દર વર્ષે ઇસ્કોન મંદિર જન્માષ્ટમી નો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવાતું આવી રહ્યું છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દરેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે.સતત આ વર્ષે પણ પ્રસાદી ભંડારો રાખવામાં આવ્યો નથી .જન્માષ્ટમીના દિવસે વિશ્વવ્યાપી કોરોના મહામારીથી લોકોની રક્ષા તથા લોકો સ્વસ્થ રહે તે માટે ભક્તો દ્વારા વિશેષ પ્રાર્થના તથા અર્ચના કરવામાં આવશે.