દ્વારકાનગરીની સુરક્ષા માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 50 પીએસઆઈ, 1200 જવાનો, સહીત 1300 પોલિસ જવાનો તૈનાત

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વનો વિશેષ મહિમા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભકતો કૃષ્ણજન્મોત્સવની ઉજવણી માટે દેશભરમાંથી આવતા હોય છે. ગત વર્ષે કોરોના કારણે ભકતોને મંદિરમાં પ્રવેશની પરવાનગી ના હતી. આ વખતે બે વર્ષ બાદ જન્માષ્ટમીની ઉજવણી માટે ભકતોમાં અનેરો ઉત્સાહ છે. મોટી સંખ્યામાં ભકતો આવે તે માટે તંત્ર દ્રારા અગાઉથી આયોજન કરવામાં આવ્યુ છે.

દર વખતે મોટી સંખ્યામાં આવતા ભકતો માટે પોલિસ સુરક્ષા માટે ફરજ બજાવે છે. પરંતુ આ વખતે સુરક્ષાની સાથે કોરોની માર્ગદર્શિકાનું કડક પાલન પોલિસ માટે મોટો પડકાર છે. જે સંપુર્ણ ચુસ્તપણે અમલ કરવા માટે આયોજન કરીને તે મુજબ અમલી કરવામાં આવેલ છે.

દ્વારકાનગરીની સુરક્ષા માટે 1 એસપી, 5 ડીવાયએસપી, 25 પીઆઈ, 50 પીએસઆઈ, 1200 જવાનો, સહીત 1300 પોલિસ જવાનો તૈનાત કરાયા છે. દેવભુમિદ્વારકાના એસપી મનોજ જોશી દ્વારા ખાસ સુરક્ષા તેમજ કોવિડની માર્ગદર્શિકાનુ ચુસ્ત પાલન થાય તેમજ આવતા ભકતોને પરેશાન ના થાય તેવું આયોજન કરી તે મુજબ અમલવારી કરવામાં આવેલ છે.

મંદિર પરીસર અને આસપાસની સુરક્ષા વ્યવસ્થા માટે ડીવાયએસપી સમીર સારડાએ દેખરેખ રાખી છે. એક બીડીએસની ટુકડી, અને એક ડોગસ્કોર્ડ તૈનાત કરવામાં આવેલ છે. જેના દ્વારા શહેરના જાહેર સ્થળો પર સમયાંતરે ચેકીંગ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દર બે કલાકે બોમ્બ સ્કોર્ડ દ્રારા એન્ટી સબોર્ટેજ ચેકીંગ કરવામાં આવે છે. પોલિસ જવાનો સાથે જીઆરડી જવાનો, હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવે છે.

આ ઉપરાંત કોવિડ માર્ગદર્શિકાનુ પાલન તેમજ બહારથી આવતા યાત્રીકોને સહયોગી થવા માટે પંડા સભા, હોટેલ એસોશિયેશન, વેપારીઓ, સ્થાનિક સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવેલ છે.

બે વર્ષ બાદ થતા જન્માષ્ટીઉત્સવમાં કોરોનાની માર્ગદર્શિકાનુ ચુસ્તપણે પાલન થાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે તે મુજબનુ આયોજન કરવામાં આવેલ છે. મંદિરમાં દર્શનાર્થીઓને કિર્તીસ્તંભથી 56સીડી તરફથી પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ મોક્ષદ્વારેથી બહાર નિકળવાનું રહેશે.

રાબેતા મુજબ બંન્ને દ્રાર પરથી અવર-જવર રહેતી હોય છે. પરંતુ કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા માટે એક દ્વારમાંથી પ્રવેશ અને અન્ય દ્રારમાંથી બહાર જવાનો બેરીગેઈટ સાથે તૈયાર કરવામાં આવેલ છે. મંદિરમાં ભીડ ના થયા 40 બ્લોકપોઈન્ટ બનાવ્યા છે. મંદિરની અંદર માત્ર 200 લોકોને પ્રવેશ આપવામાં આવે છે. જે બહાર આવતાની સાથે અન્ય ભકતોને પ્રવેશ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *