1 ઓક્ટોબર 2021 યુએસના ગ્રીનકાર્ડ માટે અરજી કરનારા તમામ પ્રકારના અરજદારો સલામત રીતે તેઓનું ઇમિગ્રેશન મેડિકલ પરિક્ષણ કરાવી પોતાનું પર્મેનન્ટ રેસિડેન્સ (ગ્રીનકાર્ડ) કાર્ડ મેળવી શકે તે માટે તેઓએ કોરોનાની વેક્સીનના બે ડોઝ ફરજિયાત લીધેલા હોવા જોઇશે.
અમેરિકામાં કોરોનાના વધી રહેલા કેસોના પરિપ્રેક્ષ્યમાં સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા આ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. જે લોકો હાલ અમેરિકામાં છે અને ગ્રીનકાર્ડ માટે અરજી કરવા ઇચ્છે છે ચેઓએ અને વિદેશોમાં આવેલી અમેરિકાની એમ્બેસી અને કોન્સ્યુલેટ કચેરીઓ મારફતે ગ્રીનકાર્ડ માટે અરજી કરવા ઇચ્છે છે તેઓએ એમ બંને પ્રકારના અરજદારો માટે વેક્સીનના બે ડોઝનો આદેશ લાગુ પડે છે.
આ નવા આદેશથી સૌથી વધુ ભારતીયોને ચિંતા પેઠી છે કેમ કે અમેરિકાના ગ્રીનકાર્ડ માટે અરજી કરનારા વિદેશી લોકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. ખાસ કરીને એચ-1બી વીઝા હેઠળ હાલ અમેરિકામાં રહેતાં અને ગ્રીનકાર્ડ માટે અરજી કરનારા તમામ અરજદારો જ્યારે મેડિકલ ટેસ્ટ માટે આવે ત્યારે તેઓએ અમેરિકામાં ઉપયોગ માટે માન્ય કરાયેલી અથવા તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હૂ) દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટે ભલામણ કરાયેલી રસીના બે ડોઝ લીધા છે એવા સક્ષણ સત્તાવાળાઓ પાસેથી પ્રાપ્ત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
અરજદાર પાસે પોતાની રોગપ્રતિકારક શક્તિનો પૂરાવો હોય તેમ છતાં તેઓએ વેક્સીનના બે ડોઝ પરજિયાતપણે લીધેલા હોવા જોઇશે. વેક્સીન માટે વયમર્યાદાના કારણે જે લોકો લાયક ઠરતા નથી તેઓએ વેક્સીનના બે ડોઝ લીધા હોવા જરૂરી નથી.