રામ વગર અયોધ્યા નથી અને જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

અયોધ્યામાં શરુ થયેલા રામાયણ કોન્ક્લેવમાં ભાગ લેવા માટે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે, રામ વગર અયોધ્યા નથી અને જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે.

તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ કે, આ નગરીમાં ભગવાન રામ કાયમ માટે બિરાજમાન છે.રામાયણ એવો ગ્રંથ છે જે ભગવાન રામના માધ્યમથી વિશ્વ સમક્ષ માનવ જીવનના ઉચ્ચતમ આદર્શ અને મર્યાદાને પ્રસ્તુત કરે છે.મને વિશ્વાસ છે કે, રામાયણના પ્રચાર પ્રસાર માટે સરકારનો પ્રયાસ માનવતાના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

રામનાથ કોવિંદે કહ્યુ હતુ કે, અયોધ્યા શબ્દનો અર્થ થાય છે કે, જેની સાથે યુધ્ધ કરવુ શક્ય નથી.રઘુવંશી રાજાઓની શક્તિના કારણે અયોધ્યાને અપરાજિત માનવામાં આવતી હતી.

તેમણે આગળ કહ્યુ હતુ કે ,રામાયણ આપણને એક એવી આચાર સંહિતાના દર્શન કરાવે છે જે જીવન જીવવ માટે આપણને માર્ગદર્શન પુરુ પાડે છે.દરેક વ્યક્તિએ એક બીજા સાથે કેવુ આચરણ કરવુ જોઈએ તેના પર રામાયણ આપણને સાચો માર્ગ બતાવે છે.રામચરિત માનસમાં એક આદર્શ વ્યક્તિ અને એક આદર્શ સમાજનુ વર્ણન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *