સુમિતે (Sumit Antil) ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં (Tokyo Paralympics 2020) ગોલ્ડ મેડલ જીતીને આજે ઈતિહાસ સર્જ્યો છે. સુમિતે પુરુષોની ભાલા ફેંક F64 ઇવેન્ટમાં વિશ્વ રેકોર્ડ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારતે 2016 માં ચાર મેડલ જીત્યા હતા. જ્યારે વર્તમાન સ્પર્ધામાં દેશે અત્યાર સુધીમાં કુલ 7 મેડલ જીત્યા છે. હરિયાણાના સોનીપતનો રહેવાસી 23 વર્ષીય સુમિત અંતિલ 2015 માં બાઇક અકસ્માતમાં ડાબો પગ ગુમાવ્યો હતો. આજે તેના પાંચમા પ્રયાસમાં તેણે ભાલાને 68.55 મીટર દૂર ફેંકીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
વડાપ્રધાન મોદીએ સુમિત સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન સુમિત ભાવુક થઇ ગયો હતો.સુમિતની આ જીત પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુમિતને ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘અમારા એથ્લેટ્સ પેરાલિમ્પિક્સમાં ચમકતા રહે. પેરાલિમ્પિક્સમાં સુમિત એન્ટિલના રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન પર રાષ્ટ્રને ગર્વ છે. સુમિતને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘હરિયાણાના છોરે એ પેરાલિમ્પિક્સમાં પણ મેડલ મેળવ્યો છે. પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકવાની રમતમાં વર્લ્ડ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીતીને સુમિત એન્ટિલે હરિયાણાના લોકો તેમજ સમગ્ર ભારતના લોકોનું દિલ જીતી લીધું છે, હું તેમને આ ઐતિહાસિક પ્રદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.