શ્રીલંકાએ કરી ફૂડ ઈમર્જન્સી જાહેર, દેશ આર્થિક કટોકટીમાં

ભારતની બિલકુલ નજીક આવેલો શ્રીલંકા દેશને ફૂડ ઈમર્જન્સી (Food Emergency)જાહેર કરવાની નોબત આવી છે. શ્રીલંકા પાસે હવે આયાતોની ચુકવણી કરવા ખાનગી બેન્કો પાસે પૂરતા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ નથી. સમગ્ર દેશ આર્થિક કટોકટીમાં સપડાઈ ગયો છે ત્યારે રાષ્ટ્રપતિ ગોતાબયા રાજપક્સેએ દેશમાં ખાંડ, ચોખા તથા અન્ય જીવન જરૂરિયાતના ખાદ્યાનોનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરનારા વેપારીઓ પાસેથી એ જપ્ત કરવા અને સંગ્રહખોરી કરનારાઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો.

શ્રીલંકાનું વિદેશી હૂંડિયામણ જુલાઈના અંત ભાગમાં તીવ્ર ઘટાડા સાથે 2.8 અબજ ડોલર થઈ ગયું છે,જે નવેમ્બર,2019માં 7.5 અબજ ડોલર હતું. આ ઉપરાંત આ અવધી દરમિયાન શ્રીલંકાના ચલણના મૂલ્યમાં 20 ટકાથી પણ વધારે મૂલ્યનું જંગી ધોવાણ થઈ ગયું છે. આ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે બોન્ડ ઓક્શન નિષ્ફળ જવા વચ્ચે દેશનું વિદેશી હૂંડિયામણમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થવા વચ્ચે ખાદ્ય-સામગ્રીની કિંમતોમાં અસાધારણ વધારો થયો છે. કોવિડ-19ના વધી રહેલા કેસો વચ્ચે દૂધ પાવડર, સુગર અને ખાદ્ય તેલની ખરીદી માટે લાંબી લાઈનો લાગી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના આ સમયમાં એશિયામાં વ્યાજ દરોમાં વધારો કરનાર તરીકે શ્રીલંકા પ્રથમ દેશ છે, જેણે વ્યાજદર વધારીને 6 ટકા કર્યાં છે, ટ્રેઝરી બિલ (Treasury Bill)ની હરાજી (Auction)કરવામાં સફળતા નહીં મળતા 22 ઓગસ્ટના રોજ મધ્યસ્થ બેન્કે 29 અબજ શ્રીલંકન રૂપિયા છાપ્યા હતા. દરમિયાન છેલ્લી માહિતી પ્રમાણે 30 ઓગસ્ટના રોજ 50 અબજ શ્રીલંકન રૂપિયામાં 92 ટકા બોન્ડની હરાજીને વેચવામાં નિષ્ફળતા મળી છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે વિદેશી દેવાની ચુકવણી માટે ચલણ છાપવાને લીધે વિદેશી હૂંડિયામણમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે. આ પ્રમાણે અર્થતંત્રમાં સ્થિતિ જળવાઈ રહેશે તો દેશમાં ફુગાવાની સ્થિતિ અંકૂશ બહાર જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *