મંદિર પરિસરમાં ફિલ્મોના ગીતોના મીક્ષીંગ કરીને પોલીસના ગણવેશમાં વીડિયો બનાવનાર પોલીસકર્મી અલ્પિતા ચૌધરી સસ્પેન્ડ

યાત્રાધામ બહુચરાજી મંદિર પરીસરમાં જ નિયમો નેવે મુકીને હિન્દી ફિલ્મોના ગીતોના મીક્ષીંગ કરીને પોલીસના ગણવેશમાં વીડિયો બનાવનાર મહિલા કોન્સ્ટેબલ ફરી એક વાર વિવાદમાં આવી છે. જો કે, આ મામલે મહિલા પોલીસકર્મી અલ્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઇ છે. અલ્પિતા ચૌધરીએ નોકરી દરમિયાન મંદિર પરિસરમાં ઇન્સ્ટાર રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ રીલ્સ વાઇરલ થતા મહેસાણા SP એ તાત્કાલિક પગલાં ભરતા તેને સસ્પેન્ડ કરી છે. આ પહેલાં પણ ટીકટોક પર વીડિયો બનાવવા બદલ અલ્પિતા ચૌધરી સસ્પેન્ડ થઇ ચૂકી છે. અગાઉ પણ તેણી પોલીસ મથકમાં આ પ્રકારના વિડીયો બનાવી ટીકટોક ઉપર વાયરલ કરતાં તેણીને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

મહેસાણા પોલીસ બેડામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીને કેટલાંક દિવસો અગાઉ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકવામાં આવી હતી. તે વખતે તેણીએ ચાલુ ફરજ દરમિયાન પોલીસ ગણવેશમાં સજ્જ થઈને હિન્દી ફિલ્મોના ગીતો  ઉપર વીડિયો બનાવ્યાં હતાં. ત્યાર બાદ તેણીએ આ વીડિયો પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટમાં અપલોડ કરતાં વિવાદ સર્જાયો છે. વળી પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી આ મુદ્દે સોશિયલ મીડિયામાં લાઈવ થતાં તેણીએ પોતાનો લુલો બચાવ કરીને ફરજ દરમિયાન વિડીયો બનાવ્યો ન હોવાનું જણાવ્યું હતું.

આ મામલે બેચરાજીના સરપંચે મહેસાણાના પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરીને મહિલા કર્મી સામે પગલાં ભરવાની માંગ કરી હતી. આ મામલે નાયબ કલેક્ટરે પણ કહ્યું હતું કે, ઘટનાની તપાસ કરાવી નિયમોનું ઉલ્લંઘન થયેલું જણાશે તો ચોક્કસ કાર્યવાહી કરાશે અને લોકોની આસ્થા જળવાય તેનું પાલન થશે. ત્યારે મહેસાણા SP એ તાત્કાલિક પગલાં ભરતા તેને સસ્પેન્ડ કરી છે. આ પહેલાં પણ ટીકટોક પર વીડિયો બનાવવા બદલ અલ્પિતા ચૌધરી સસ્પેન્ડ થઇ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *