પોર્ટુગીઝના ફૂટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બન્યો

દિગ્ગજ ફૂટબૉલ ખેલાડીઓમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇન્ટરનેશનલ ફૂટબૉલ (International football)માં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. વર્લ્ડ કપ ક્વૉલિફાયર (World Cup Qualifier)ના એક મુકાબલામાં તેણે આયરલેન્ડ સામે બે ગોલ કરીને આ સિદ્ધિ મેળવી છે. ટીમે આ મુકાબલો 2-1થી જીતી લીધો છે. આ સાથે રોનાલ્ડોના 111 ગોલ થઈ ગયા છે. રોનાલ્ડોએ ઈરાનના અલી દેઈ (Ali Daei)ને પાછળ છોડી દીધો છે. તેના નામે 109 ગોલનો રેકોર્ડ હતો. અન્ય કોઈ ફૂટબૉલ ખેલાડી 100 ગોલના આંકડા સુધી નથી પહોંચી શક્યા. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની હંમેશા લિયોનેલ મેસી (lionel messi) સાથે સરખામણી કરવામાં આવે છે. પરંતુ રેકોર્ડ પર નજર કરીએ તો મેસીએ રોનાલ્ડોના રેકોર્ડ સુધી પહોંચવા માટે લાંબી સફર ખેડવાની છે. મેસીએ 151 મેચમાં 76 ગોલ કર્યા છે.

36 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યૂરો 2020 (Euro 2020) દરમિયાન ઈરાનના અલી દઈના સૌથી વધારે ગોલના રેકોર્ડની બરાબરી કરી હતી. રોનાલ્ડોએ બંને ગોલ હેડથી કર્યાં હતાં. જે બાદમાં 88 મિનિટ સુધી મેચમાં પાછળ ચાલી રહેલી પોર્ટુગીઝની ટીમની રોમાંચક જીત થઈ હતી. મેચની 45મી મિનિટે આયરલેન્ડના જૉન ઈગને (John Egan) ગોલ કરીને ટીમને 1-0થી બઢત આપી હતી. 88 મિનિટ સુધી આ જ સ્કૉર રહ્યો હતો. 89મી મિનિટે કિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રથમ ગોલ કર્યો હતો. ગોલ સાથે જ સ્કોર 1-1 થઈ ગયો હતો. ઇન્જરી ટાઇમ -90+6મં તેણે બીજી ગોલ કરીને ટીમને 2-1થી જીત અપાવી હતી.

આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી (lionel messi)ની હંમેશા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે સરખામણી કરવામાં આવે છે. મેસીના ઇન્ટરનેશનલ કરિયરની વાત કરવામાં આવે તો તેણે 151 મેચમાં 76 ગોલ કર્યા છે. એટલે કે તે રોનાલ્ડોથી 35 ગોલ પાછળ છે. રોનાલ્ડો સુધી પહોંચવા માટે મેસીએ હજુ લાંબી સફર ખેડવાની છે. ભારતના સુનીલ છેત્રી 74 ગોલ સાથે 12મા નંબર પર છે. રોનાલ્ડો ગત દિવસોમાં ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યૂનાઇટેડ સાથે ફરીથી જોડાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *