WHOની ચેતવણી: કોરોનાનો નવો મુ-વેરિઅન્ટ સૌથી ખતરનાક

દુનિયામાં કોરોનાના ત્રણ લાખ નવા કેસો ઉમેરાવા સાથે કુલ કેસોની સંખ્યા 219,609,930 થઇ છે જ્યારે 6,323 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 45,50,104 થયો છે. આજે પણ દુનિયામાં કોરોના મહામારીની સૌથી ઘાતક અસર યુએસએમાં જોવા મળી રહી છે. યુએસમાં કોરોનાના નવા બાર હજાર કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 40,343,530 થઇ છે તો કુલ કોરોના મરણાંક 6,60,063 થયો છે તેમ વર્લ્ડોમીટર નામની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે નવા કોરોના વેરિઅન્ટ મુમાં કોરોના રસીનો પ્રતિકાર કરવાના સંકેતો જણાયા છે. જેનું વૈજ્ઞાાનિક નામ બી.1.621 છે અને જેને સામાન્ય બોલચાલની ભાષામાં એમયુ એટલે કે મુ તરીકે ઓળખવામાં આવે છે તે જાન્યુઆરી 2021માં પહેલીવાર કોલંબિયામાં દેખાયો હતો.

દરમ્યાન લાન્સેટ ઇન્ફેકશિયસ ડિસિસીઝ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર કોરોનાની રસીના બંને ડોઝ મેળવ્યા બાદ જેમને કોરોનાનો ચેપ લાગે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની કે આકરો રોગ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. દરમ્યાન યુએસએમાં જોબલેસ કલેઇમ કરનારાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જે દર્શાવે છે કે ઇકોનોમી સુધરી રહી છે. જો કે, ઝડપથી ફેલાઇ રહેલા ડેલ્ટા વેરિઅન્ટને કારણે અચોક્કસતા વધી છે અને તેને કારણ ભવિષ્યમાં નોકરીઓમાં કાપ મુકાવાનું જોખમ પણ વધ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *