માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરના હેન્ડલ પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા વાળા પર હવે અંકુશ લગાવી શકે છે. એના માટે ટ્વીટરે એક નવો ઉપાય કર્યો છે. એણે એક નવા ‘સેફટી મોડ’ ફીચરનું પરીક્ષણ કર્યું છે, જે અપમાનજનક અથવા ઘૃણિત ટિપ્પણી કરવા વાળા એકાંઉટ્સને 7 દિવસ માટે અસ્થાઈ રૂપથી બ્લોક કરે છે.
ટ્વીટરે બુધવારે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે નવા સુરક્ષા ઉપાયને IOS, એન્ડ્રોઇડ અને ટ્વીટર ડોટ કોમ પર એક નાના ગ્રુપ વચ્ચે એમના ઓપિનિયન જાણવા માટે લાગુ કરવામાં આવશે.
ટ્વિટરે કહ્યું, “અમે સુવિધાઓ અને સેટિંગ્સ અમલમાં મૂકી છે જે તમને વધુ આરામદાયક અને તમારા અનુભવને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. અમે અનિચ્છનીય વાતચીતનો સામનો કરતા લોકો પર દબાણ ઘટાડવા માટે વધુ પ્રયાસ કરવા માંગીએ છીએ. ”
પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, “ટ્વિટર પર વાતચીત દરમિયાન અનિચ્છનીય ટ્વીટ્સ આવી શકે છે, તેથી અમે સુરક્ષા મોડ રજૂ કરી રહ્યા છીએ. આ એક નવી સુવિધા છે જેનો હેતુ હાનિકારક વાતચીત ઘટાડવાનો છે. ટ્વિટર એક નવું ફીચર સુપર ફોલોઝ લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફીચર સાથે કંપની યુઝર્સને પૈસા કમાવાની તક આપી રહી છે. અત્યારે આ ફીચર માત્ર iOS યુઝર્સ એટલે કે iPhone યુઝર્સ માટે છે. આ સુવિધા ફક્ત યુએસ અને કેનેડા માટે જ રજૂ કરવામાં આવી છે.