ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) ભારતને બૈડમિન્ટનમાં (Badminton) પ્રમોદ ભગતે (Pramod Bhagat) પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. પ્રમોદ ભગતે પુરુષ સિંગલ્સમાં SL3 કેટેગરીના ફાઇનલમાં ડૈનિયલ બ્રેથેલને માત આપી છે. આજ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ ભારતના મનોજ સરકારના નામે રહ્યો. પ્રમોદ ભગતે 45 મિનિટ સુધી ચાલેલી આ ઇવેન્ટમાં ડેનિયાલને 21-14, 21-17 થી હરાવ્યા છે. વર્લ્ડ નંબર વન ખેલાડી પ્રમોદ ભગત ફાઇનલમાં પહોંચનાર પહેલા ખેલાડી બન્યા હતા.
બીજી તરફ આજ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં મનોજ સરકારે જાપાનના ફૂજીહારાને માત આપી છે. મનોજની સામે જાપાનના ફૂજીહારા ડેસુકે હતા. ફૂજીહારાને સેમીફાઇનલમાં પ્રમોદ ભગતે માત આપી હતી. મનોજ સરકાર પહેલી ગેમમાં પાછળ રહ્યા પરંતુ બાદમાં તેમણે જબરદસ્ત વાપસી કરી અને 27 મિનિટ સુધી ચાલેલી આ રોમાંચક મેચને 22-20 થી પોતાના નામે કરી. ત્યાંજ બીજી ગેમમાં તેમણે ફક્ત 19 મિનિટમાં 21-13 થી પોતાના નામે કરી.
ટોક્યો પેરાલિમ્પિકમાં સુહાસ યતિરાજે (Suhas Yathiraj) સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. SL4 ક્લાસ ફાઇનલમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માજૂર સામે હારતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયા. માજૂરે સુહાસને 15-21, 21-17, 21-15 થી હરાવ્યા. ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) બેડમિંટનમાં આ ભારતનો ત્રીજો મેડલ છે. ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)ના 38 વર્ષીય જિલ્લાધિકારી સુહાસ પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનારા પહેલા આઇએએસ અધિકારી પણ બની ગયા છે.