અમિત શાહે(Union Home Minister Amit Shah) રવિવારે વૈશ્વિક સર્વેક્ષણના પરિણામો પર ખુશી વ્યક્ત કરી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ પસંદ કરાયેલા નેતા તરીકે ટોચ પર રાખવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું કે આ મોદીના કાર્યો અને દૂરંદેશી નેતૃત્વમાં દરેક ભારતીયના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. વૈશ્વિક નેતાઓની લોકપ્રિયતા પર સતત નજર રાખતી સંસ્થા મોર્નિંગ કન્સલ્ટના ડેટા અનુસાર, 70 ટકા લોકો પ્રથમ પસંદગી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાદીમાં (ગ્લોબલ એપ્રુવલ રેટિંગ) ટોચ પર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોનસન પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દીમાં ટ્વિટ કરીને કહ્યું કે આત્મનિર્ભર ભારત અને તેનું પરિશ્રમી નેતૃત્વ સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70 ટકા ગ્લોબલ અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે. તે પ્રધાનમંત્રી મોદીના કાર્યો અને દુરંદેશી નેતૃત્વમાં પ્રત્યેક ભારતીયના રહેલી અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
મોર્નિંગ કન્સલ્ટનો ગ્રાફ દર્શાવે છે કે મે મહિનામાં કોરોનાની લહેર તેની ચરમસીમા પર હતી ત્યારે વડાપ્રધાન મોદીનુ ડીસઅપ્રુવલ રેટિંગ પણ મહત્તમ સ્તરે પહોંચ્યું હતું. હવે કોરોના મહામારીની ત્રીજી લહેરના જોખમ વચ્ચે પણ, દેશમાં કોવિડની સ્થિતિ સતત સુધરી રહી છે. આને જોતા વડાપ્રધાન મોદીનું ડીસઅપ્રુવલ રેટિંગ પણ નીચે આવ્યું છે.
તાજેતરના બે મહિનામાં પીએમ મોદીનુ અપ્રુવલ રેટિંગ વધ્યું છે, કારણ કે જૂનમાં પીએમ મોદીનું અપ્રુવલ રેટિંગ 66 ટકા હતું. જ્યારે ડીસઅપ્રુવલ રેટિંગ પણ ઘટીને 25 ટકાની આસપાસ આવી ગયું છે, જે યાદીમાં સૌથી નીચું છે.