ભારતીયોએ દક્ષિણ આફ્રિકામાં મીની બસને રોકી અશ્વેત યુવકોને બેફામ બની માર મારી 12 જણાને મોતને ઘાટ ઉતારયા

દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ શહેરમાં જેકબ જુમાના મુદ્દે ભારતીયો અને અશ્વેત નાગરિકો વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષે ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારતીયોએ ખુબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને હિંસા આચરી હતી જેમાં એક ડઝન જેટલા અશ્વેત નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ક્રિકેટનું બેટ, હોકી, લોખંડના સળિયા, હથોડા જેવા ઓજારોને હથિયારો બનાવીને ભારતીયોના ઉશ્કેરયેલા એક ટોળાએ એક મીની બસને રોકીને તેમા બેઠેલા અશ્વેત યુવાનો ઉપર ખુબ જ ઘાતક રીતે તૂટી પડયા હતા.

ભારતીયોએ આ અશ્વેત યુવાનોને એટલી હદે માર્યા હતા કે તે પૈકીના 12 યુવકો તો મોતને ભેટયા હતા. ફિનિક્સ શહેરની સડકો ઉપર ભારતીયોના ઝનૂની ટોળાએ અશ્વેત નાગરિકોની અવર-જવર રોકી દીધી હતી અને અશ્વેત લોકોને શોધી શોધીને તેઓને નિશાન બનાવી રહ્યા હત.

વોટ્સએપ ગૂ્રપમાં વાયરલ થયેલા મેસેજ બાદ ભડકી ઉઠેલી હિંસા દરમ્યાન ભારતીયોના ટોળાએ એક મીની બસમાં મુસાફરી કરી રહેલા ઇલામીની નામના અશ્વેત નાગરિક અને તેના મિત્રોને ચારેબાજુઓથી ઘેરી લીધા હતા અને તેઓને ઢોર માર માર્યો હતો. જો કે ઇલામિનિના કેટલાંક મિત્રો આ ઝનૂની બનેલા ટોળામાંથી સલામત રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

વાસ્તવમાં ભરતીયો દ્વારા હ્વોટ્સઅપમાં બનાવેલા વિવિધ ગૂ્રપમાં છેલ્લા કેટલાંક દિવસોથી એવા મેસેજ ફરી રહ્યા હતા કે સેંકોડેની સંખ્યામં અશ્વેતો ભારતીય સમૂહના લોકો ઉપર હુમલો કરવાના છે. તે ઉપરાંત કેટલંક શ્વેત નાગરિકોએ ભારતીયો વિરૂદ્ધ પોલીસ ફરિયાદો નોંધાવી હતી જેની પાછળ તેઓનો આશય ભારતીયોની દુકાનોને લૂંટી લેવાનો હતો.

આ ઘટના બાબતે ક્લાઝૂલૂ પ્રાંતના મુખ્યમંત્રી સિહલે ઝિકાલાલાએ કહ્યું હતું કે હિંસામાં માર્યા ગયેલા લોકો તદ્દન નિર્દોષ હતા અને તેઓ પ્રવસન હેતુ આવ્યા હતા. રાજ્યના ગૃહમંત્રીના કહેવા મુજબ ભારતીયોએ જે 36 લોકો ઉપર હુમલો કર્યો હતો તે પૈકીના 33 લોકો અશ્વેત હતા. પોલીસે આ હિંસના સંદર્ભે 56 લોકોની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *