જાપાનની રાજધાની ટોક્યોમાં દિવ્યાંગો માટેના ઓલિમ્પિક કે જે પેરાલિમ્પિક તરીકે ઓળખાય છે, તેનું આતશબાજીની રોશની તેમજ કલાકારોના આકર્ષક પર્ફોમન્સ વચ્ચે સમાપન થયું હતુ. પેરાલિમ્પિકમાં ભાગ લેનારા ૧૬૨ દેશોના રાષ્ટ્રધ્વજને લઈને એથ્લીટ્સ પણ સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના કારણે ખાલી સ્ટેડિયમમાં યોજાયેલા સમાપનમાં જાપાનીઝ આર્ટિસ્ટોએ ગીત-સંગીતની સાથે વાતાવરણમાં ઉત્સાહ રેડયો હતો.

ઓલિમ્પિકની જેમ પેરાલિમ્પિકમાં પણ પરંપરા પ્રમાણે ઉદ્ઘાટનમાં પ્રજ્વલ્લિત કરાયેલા અગ્નિકુંડને શમાવી દેવામાં આવ્યો હતો. આ પછી પેરાલિમ્પિક ફ્લેગ ઉતારીને પેરિસના મેયરને સોંપવામાં આવ્યો હતો. હવે ૨૦૨૪ના પેરાલિમ્પિક પેરિસમાં આયોજીત થવાના છે. પેરા એથ્લિટ્સ તેમના મોબાઈલ કેમેરામાં સમાપનની યાદગાર પળોને કેદ કરતાં નજરે ચઢ્યા હતા.
ભારતના રાષ્ટ્રધ્વજની સાથે શૂટર અવની લેખારાએ સમાપનમાં ભાગ લીધો હતો. તેણે પેરા શૂટિંગમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે તે એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા પેરા ખેલાડી બની હતી. ભારતે પણ તેના પેરાલિમ્પિકના ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં પાંચ ગોલ્ડ, ૮ સિલ્વર અને છ બ્રોન્ઝ એમ કુલ ૧૯ મેડલ્સ જીત્યા હતા. આ સાથે ભારતે મેડલ ટેલિમાં ૨૪મું સ્થાન હાંસલ કર્યું હતુ. ચીને ૯૬ ગોલ્ડ, ૬૦ સિલ્વર અને ૫૧ બ્રોન્ઝ એમ કુલ ૨૦૭ મેડલ્સ જીતીને ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું.
ટોક્યો પેરાલિમ્પિકમાં આખરી દિવસે પણ ભારતીય પેરા બેડમિંટન ખેલાડીઓએ શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. ભારતના ક્રિશ્ના નાગરે મેન્સ સિંગલ્સ એસએચ૬ કેટેગરીની ફાઈનલમાં હોંગ કોંગના સેકન્ડ સીડેડ ચુ માન કાઈને ૨૧-૧૭, ૧૬-૨૧, ૨૧-૧૭ થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતનો આ ટોક્યો પેરાલિમ્પિકમાં પાંચમો ગોલ્ડ મેડલ હતો. જ્યારે ભારતના સુહાસ યથીરાજને પેરા બેડમિંટનની એસએલ૪ કેટેગરીની ફાઈનલમાં ફ્રાન્સના લુકાસ માઝુર સામેની ફાઈનલમાં ૧૫-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૫થી હારનો સામનો કરવો પડયો હતો. આમ છતાં તેઓ સિલ્વર મેડલ જીત્યા હતા.
ભારતના તરૃણ ધિલ્લોન બ્રોન્ઝ મેડલની રેસમાં હતા. જોકે તેને ઈન્ડોનેશિયાના ફ્રેડી સેતિવાન સામે ૧૭-૨૧, ૧૧-૨૧થી હારનો સામનો કરવો પડયો હતો. ભારતના પ્રમોદ ભગત અને પલક કોહલીની જોડી મિક્સ ડબલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં જાપાનના ફુજીહારા અને સુગીનો સામે ૨૧-૨૩, ૧૯-૨૧ના ભારે સંઘર્ષ બાદ હારી ગઈ હતી. આ સાથે તેમને પણ ચોથા ક્રમથી સંતોષ માનવો પડયો હતો.