વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ જો બાઈડન વચ્ચે પ્રથમ શિખર મંત્રણા વોશિંગ્ટનમાં 23-24 સપ્ટેમ્બરે યોજાય એવી શક્યતા છે. ઉપરાંત આ જ તારીખોના ક્વોડની બેઠક પણ યોજાવવાની તૈયારી ચાલી રહી છે.
જો કે કોવિડને કાબુમાં લેવામાં નિષ્ફળ નીવડયા હોવાને કારણે જાપાનના વડા પ્રધાન સુગા યોશિદેએ અચાનક રાજીનામુ આપતા જાપાનમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે ક્વોડની બેઠકમાં ફેરફાર થઈ શકે. સુગા આ મહિનાના અંત સુધીમાં સત્તા છોડે એવી સંભાવના છે. તેઓ એલડીપી પાર્ટીના પ્રમુખ તેમજ આગામી વડા પ્રધાનપદના ઉમેદવાર પણ નથી. આથી સુગા સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં અમેરિકા જાય તેવી શક્યતા ઓછી છે.
જો બધુ જ યોજના મુજબ ચાલે તો મોદી ઓછામાં ઓછા ત્રણ મોટા કાર્યક્રમોમાં ભાગ લે તેવી સંભાવના છે. ભારત યુએનએસસીનું સભ્ય હોવાથી વડા પ્રધાન ચાલુ વર્ષમાં યુએન જનરલ એસેમ્બલીને સંબોધન કરી શકે, બાઈડન સાથે પ્રથમ જ દ્વિપક્ષી મંત્રણા યોજી શકે અને ક્વોડ બેઠકમાં પહેલી જ વાર વ્યક્તિગત રીતે ભાગ લઈ શકે.
પ્રથમ બે કાર્યક્રમો તો સમયપત્રક મુજબ જ થશે. જારી કરાયેલી હંગામી અનુસૂચિ મુજબ વડા પ્રધાન યુએન જનરલ એસેમ્બલીને 25મી સપ્ટેમ્બરના રોજ સંબોધન કરશે. બીજી તરફ શનિવારે બાઈડન સાથે વાત કરનાર ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સ્કોટ મોરિસને જણાવ્યું કે જાપાનમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે તેઓ આગામી બે મહિના દરમ્યાન ક્વોડની બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન ડીસી જઈ શકે છે.
અફઘાનિસ્તાનમાં થયેલા ફેરફાર અને તેના કારણે ક્ષેત્રીય સમીકરણ બદલાયા બાદ મોદી-બાઈડનની દ્વિપક્ષીય મંત્રણા મહત્વની બને છે. બંને દેશો સમક્ષ ચીનનો મોટો પડકાર છે આથી ક્વોડની બેઠક પર પણ મીટ મંડાઈ રહી છે. બંને દેશોએ કોવિડનો માર ઝીલ્યો છે અને બંને દેશો વેક્સિન ભાગીદારી આગળ ધપાવવા માગે છે જેના પરિણામે ભારત વધુ વેક્સિનનું ઉત્પાદન કરીને તેની નિકાસ કરી શકે