રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ અને મુસલમાનને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે હિંદુઓ અને મુસલમાનોના પૂર્વજ એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિંદુ છે. તેમણે પૂણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યુ કે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરૂદ્ધ દ્રઢતાથી ઉભુ થવુ જોઈએ.
મોહન ભાગવતે કહ્યુ કે ભારતમાં લઘુમતી સમુદાયને કોઈ વસ્તુથી ડરવાની જરૂર નથી કેમ કે હિંદુ કોઈની પાસે દુશ્મની રાખતા નથી. તેમણે કહ્યુ, હિંદુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિના બરાબર છે. આ અન્ય વિચારોનુ અસન્માન નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ વિશે નહીં, પરંતુ ભારતીય વર્ચસ્વ વિશે વિચારવાનુ છે. ભારતના સર્વાંગીણ વિકાસ માટે તમામે મળીને કામ કરવુ જોઈએ.
મોહન ભાગવતે કહ્યુ, ઈસ્લામ આક્રાંતાઓની સાથે ભારત આવ્યો. આ ઈતિહાસ છે અને આને તેના રૂપમાં બતાવવો જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ અનાવશ્યક મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરપંથીઓ અને ચરમપંથીઓ વિરૂદ્ધ દ્રઢતાથી ઉભુ રહેવુ જોઈએ. જેટલુ જલ્દી આપણે આ કરીશુ, તેનાથી સમાજને એટલુ ઓછુ નુકસાન થશે.