BCCIએ ICC T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ખેલાડીઓ સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી, જેને લઇ ચાહકોની ખુશી માટે કોઈ હદ રહી નહોતી. BCCIએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને ટીમના સ્ટાફમાં મેન્ટર તરીકે સામેલ કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ 2007માં ભારતનો પ્રથમ T20 વર્લ્ડ કપ (T20 World Cup) જીત્યો હતો.
"Former India Captain @msdhoni to mentor the team for the T20 World Cup" – Honorary Secretary @JayShah #TeamIndia
— BCCI (@BCCI) September 8, 2021
નિર્ણય અંગે વાત કરતા BCCIના સચિવ જય શાહે કહ્યું કે મેં દુબઈમાં ધોની સાથે વાત કરી હતી. તે નિર્ણય સાથે સંમત થયો હતો. તે ટીમમાં જોડાવા માટે તૈયાર થયો હતો. મેં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરી અને બધાએ નિર્ણયને ટેકો આપ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોની ભારતની પ્રથમ T20 મેચનો ભાગ હતો. તેણે 2006માં સાઉથ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું હતું. બીજા જ વર્ષે તેને T20 વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો. તેણે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા જે વર્લ્ડકપમાં ભારતને વિજય અપાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે મર્યાદિત ઓવરોની ક્રિકેટના માટે રણનીતિ તૈયાર કરવામાં તેના અનુભવને જોતા તેને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. તે જાણે છે કે આઈસીસીની મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં જીત કેવી રીતે મેળવી શકાય છે. જેમાં કોહલી એટલો અનુભવી નથી.
T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, આર અશ્વિન, રાહુલ ચહર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી.
સ્ટેન્ડ બાય ખલાડીઃ શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.