જીવન વીમા કંપનીઓના નવા પ્રીમિયમમાં 3% નો વધારો

જુલાઈમાં જીવન વીમા કંપનીઓના ન્યુ બિઝનેસ પ્રીમિયમ માં ૨-અંકના ઘટાડા બાદ ઓગસ્ટમાં શમ્ઁ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૩ ટકા વધ્યો છે. ૨૪ જીવન વીમા કંપનીઓમાં ખાનગી વીમા કંપનીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

જુલાઈમાં જીવન વીમા કંપનીઓએ ગયા વર્ષના સમાન સમયગાળામાં એનબીપીમાં ૧૧ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો, જ્યારે જૂનમાં એનબીપીમાં ૭.૫૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે મે મહિનામાં કોરોનાની બીજી લહેરને કારણે એનબીપીમાં ઘટાડો થયો હતો.

ઓગસ્ટ મહિનામાં જીવન વીમા ઉદ્યોગમાં ન્યુ પ્રીમિયમ બિઝનેસ ૨૭,૮૨૦.૭૪ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ૨.૮૮ ટકા વધુ છે.

જોકે આ સમયગાળા દરમિયાન વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા  નું ન્યુ બિઝનેસ પ્રીમિયમ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૩.૮ ટકા ઘટયું છે, જ્યારે ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓના શમ્ઁમાં આ મહિનામાં ૨૧ ટકાનો વધારો થયો છે.

૨૩ ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓનું ન્યુ પ્રીમિયમ બિઝનેસ ઓગસ્ટ, ૨૦૨૧ માં ૮,૮૫૯.૯૭ કરોડ રૂપિયા હતું, જ્યારે ઓગસ્ટ, ૨૦૨૦માં ૭,૩૨૫.૫૮ કરોડ અને ઓગસ્ટ, ૨૦૧૯ માં ૬,૪૪૦.૬૫ કરોડ રૂપિયા હતું. બીજી તરફ  એલઆઈસીનું એનબીપી ઓગસ્ટ, ૨૦૨૧માં રૂ.૧૮,૯૬૦.૭૭ કરોડ નોંધાયું છે.અગ્રણી ખાનગી વીમા કંપનીઓમાં, એચડીએફસી લાઇફનું એનબીપી ૬ ટકા ઘટયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *