ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah) ટપ્પુ (Tapu) અને બબીતા જીની (Babita Ji) ભૂમિકા ભજવી રહેલા રાજ અનાદકટ (Raj Anadkat) અને મુનમુન દત્તા (Munmun Dutta) થોડા દિવસોથી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે બંને રિલેશનશિપમાં છે. ફેન્સને પણ આ સમાચાર જાણીને આશ્ચર્ય થયું હતું. પહેલા બંનેએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ હવે મુનમુન અને રાજએ સોશિયલ મીડિયા પર પોતાનો સંદેશ આપ્યો છે.
મુનમુને પહેલા કહ્યું કે તેને ભારતની પુત્રી હોવા પર શરમ આવી રહી છે, જ્યારે મુનમુન પછી હવે રાજ આ સમગ્ર મામલે બોલ્યો છે. રાજે તેમની વિરુદ્ધ ખોટું લખનારાઓને સંદેશ આપ્યો છે કે આવા સમાચારો તેમના જીવન પર પણ અસર કરે છે.
રાજે લખ્યું, ‘જે કોઈ મારા વિશે કંઇ પણ લખી રહ્યું છે, ફક્ત તે વિચારો કે તમારી આ ખોટી સ્ટોરી મારા જીવનમાં શું અસર કરી શકે છે. મારા અભિપ્રાયને જાણ્યા વગર મારા વિશે કંઈ પણ લખી રહ્યા છો. ક્રિએટીવ લોકો મારા વિશે જે પણ લખી રહ્યા છે, તેમની ક્રિએટીવીટી અન્યત્ર બતાવો. ભગવાન તે લોકોને થોડી સમજ આપે.
બબિતા જીનું પાત્ર ભજવી રહેલ મુનમુને રવિવારે 2 પોસ્ટ્સ કરી અને આ દરમિયાન તેણે પોતાના માટે ખોટા સમાચાર લખતા લોકોને ચેતવણી આપો. મુનમુને એમ પણ કહ્યું કે તે પોતાને ભારતની પુત્રી કહેતા શરમ અનુભવે છે.
પહેલી પોસ્ટમાં મુનમુને લખ્યું, ‘તમે કોઈના વિશે કઈ પણ કઈ રીતે લખી શકો છો. શું તમે તમારા આ લેખથી આપણા જીવનમાં શું થશે તેની જવાબદારી લો છો? જ્યારે તમે જેના પુત્રએ આટલી નાની ઉંમરે તેને છોડી ગયો છે એવી માતાના ચહેરા પર કેમેરા લઈ જાઓ છો ત્યારે તમને શરમ નથી આવતી? જેણે પ્રેમ ગુમાવ્યો તેને તમારા કેમેરાએ ઘેરી લીધા. તમને લોકોને શરમ નથી આવતી?’
બીજી પોસ્ટમાં મુનમુને લખ્યું કે જે લોકો કોમેન્ટના વિભાગમાં ઘણું ઊંધું લખી રહ્યા છે, તે લોકોએ પણ વિચારવું જોઈએ. 13 વર્ષથી હું લોકોનું મનોરંજન કરું છું અને 13 મિનિટમાં તમે મારી છબી સંપૂર્ણપણે બગાડી દો છે. તેથી આગલી વખતે જ્યારે કોઈ ડિપ્રેશ હોય અથવા કોઈ પોતાનું જીવન સમાપ્ત કરે, તો ચોક્કસપણે વિચારજો કે શું એ તમારા શબ્દોને કારણે તો નથી થયું ને. આજે મને ભારતની દીકરી કહેવામાં મને શરમ આવે છે.