દેશની ટોચની IIT માં પ્રવેશ મેળવવા માટે JEE એડવાન્સ્ડની પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ

દેશની ટોચની IIT માં પ્રવેશ મેળવવા માટે JEE એડવાન્સ્ડની પરીક્ષા લેવામાં આવશે. 13 સપ્ટેમ્બરથી તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in ની મુલાકાત લઈને આ માટે અરજી કરી શકે છે. ત્યારે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે JEE મેઇનના ચોથા સત્રનું પરિણામ પણ આજે જાહેર કરવામાં આવશે.

JEE એડવાન્સ્ડ 2021 માટેની નોંધણી પ્રક્રિયા(Registration Process) 11 સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી પરંતુ JEE મુખ્ય પરિણામમાં થયેલા વિલંબના કારણે બે દિવસ માટે આ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. જાહેર કરેલી સૂચના મુજબ, પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર સુધી છે અને ફી ચૂકવવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર, 2021 છે.

રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ – 13 સપ્ટેમ્બર

રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ – 19 સપ્ટેમ્બર

ફી ભરવાની છેલ્લી તારીખ – 20 સપ્ટેમ્બર

એડમિટ કાર્ડ – 25 સપ્ટેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે.

પરીક્ષા તારીખ – 3 ઓક્ટોબર

પ્રોવિઝનલ આન્સર કી – 10 ઓક્ટોબર

પરિણામની જાહેરાત – 15 ઓક્ટોબર

આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) માટે નોંધણીની શરૂઆતની તારીખ – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર 2021

આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) તારીખ – 18 ઓક્ટોબર 2021

AAT પરિણામની ઘોષણા – 22 ઓક્ટોબર 2021

જેઇઇ મેઇન્સ પરીક્ષાના કોઈપણ સત્રમાં લાયકાત ધરાવતા ઉમેદવારો જેઇઇ એડવાન્સ માટે અરજી કરી શકે છે. આ સિવાય, જે વિદ્યાર્થીઓએ 2020 માં JEE મેઇન્સ પાસ કર્યું છે અને કોવિડ (Corona) ને કારણે ગયા વર્ષે JEE- એડવાન્સ પેપર આપી શક્યા નથી તે પણ JEE-Advanced 2021 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરી શકશે.

પરીક્ષા 3 ઓક્ટોબર 2021 ના ​​રોજ બે શિફ્ટમાં (Shift) લેવામાં આવશે. પેપર -1 સવારે 9 થી 12 અને પેપર -2 બપોરે 2.30 થી 5.30 વચ્ચે યોજાશે. JEE એડવાન્સ પરીક્ષા દ્વારા દેશની 23 પ્રતિષ્ઠિત IIT સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. આ વખતે IIT ખડગપુર દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે. જેઇઇ મેઇનમાં (JEE Mains) વધુ સારા સ્કોર કરનારા સફળ ઉમેદવારોમાંથી 2.5 લાખ વિદ્યાર્થીઓને જેઇઇ એડવાન્સ પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *