રાહુલ :ચીને લદ્દાખમાં પુરા દિલ્હી જેટલો વિસ્તાર પોતાના કબજામાં લઇ લીધો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ચીને લદ્દાખમાં રાજધાની દિલ્હી જેટલો વિસ્તાર પચાવી પાડયો છે. રાહુલ ગાંધીએ આ દાવો કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના સભ્યો સાથેની બેઠક દરમિયાન કર્યો હતો. સાથે તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મીડિયા ભાજપ સરકાર પર ચૂપ છે જ્યારે કોંગ્રેસની યુપીએ સરકારની ટીકા કરતુ રહેતુ હતું.

સુત્રોને ટાંકીને અહેવાલોમાં દાવો કરાયો હતો કે રાહુલ ગાંધીએ એનએસયુઆઇ સાથેની આ બેઠકમાં કહ્યું હતું કે ચીને લદ્દાખમાં પુરા દિલ્હી જેટલો વિસ્તાર પોતાના કબજામાં લઇ લીધો છે. જો યુપીએ સરકારના સમયે આવું થયું હોત તો મીડિયા તેની ૨૪ કલાક ટીકા કરતુ રહેત, મીડિયાએ તે સમયે કહ્યું હતું કે યુપીએ સરકારે દેશને બરબાદ કરી દીધો છે જ્યારે આ જ મીડિયા કેન્દ્રની ભાજપ સરકારની નિષ્ફળતા મુદ્દે ચુપ છે.

૨૬/૧૧ મુંબઇ હુમલાને યાદ કરતા રાહુલે કહ્યું હતું કે આ હુમલો થયો ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની બેકાર બતાવી દીધા હતા. જોકે પુલવામા હુમલા પછી મોદીને બહાદુર બતાવવામા આવ્યા હતા. મીડિયા તે સમયે બેકાર બની જશે જ્યારે આપણે સીધા લોકો સુધી પહોંચવાનું શરૃ કરી દઇશું.

રાહુલે આરોપ લગાવ્યો કે ચીને લદ્દાખમાં દિલ્હી જેટલો વિસ્તાર પચાવી પાડયો છે અને કેન્દ્રની મોદી સરકાર ચુપ છે. જમ્મુની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ કાશ્મીરી પંડિતોની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું ખુદ કાશ્મીરી પંડિતોના સમુદાયમાંથી આવું છું તેથી તેમનું દર્દ સારી રીતે જાણુ છું. રાહુલ ગાંધીએ પોતાના પરિવારને કાશ્મીરી પંડિત સમુદાયનો હિસ્સો ગણાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *