એસબીઆઇ પોતાના સીનિયર સિટીઝન ગ્રાહકો માટે ખાસ રજૂઆત કરી છે. ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પેન્શન મેળવનારાઓ માટે ખાસ કરીને એક અપગ્રેટેડ વેબસાઇટ https://www.pensionseva.sbi/ની સેવા શરૂ કરી છે. તે અંગર્ગત બેંક પેન્શન સાથે સંબંધિત કામકાજને વધુ સરળ બનાવશે. તેમાં ગ્રાહકોને પેન્શન સાથે સંબંધિત દરેક પ્રકારની સર્વિસ મળશે. આ વેબસાઇટમાં તમને તમારુ રજીસ્ટ્રેશન કરવાનું છે. તે બાદ તમને તેમાં લોગ ઇન કરવાનું છે અને તે બાદ તમે વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ તેના વિશે.
આ મહત્વપૂર્ણ સુવિધાઓ
- એસબીઆઇના ટ્વીટ અનુસાર, વેબસાઇટમાં તમે એરિયર કેલ્ક્યુલેશન શીટ ડાઉનલોડ કરી શકો છો.
- આ ઉપરાંત તમે તેમાં પેન્શન સ્લીપ અથવા ફોર્મ-16 ડાઉનલોડ કરી શકો છો.
- તેમાં તમે તમારી પેન્શન પ્રોફાઇલ ડીટેલની તમામ જાણકારી પણ જોઇ શકો છો.
- જો તમે ક્યાંક કોઇ રોકાણ કર્યુ છે તો તે પણ જોઇ શકો છો.
- સાથે જ તમે લાઇફ સર્ટિફિકેટનું સ્ટેટસ પણ જોઇ શકો છો.
- બેંકમાં કરેલી ટ્રાન્જેક્શન ડિટેલ્સ જોઇ શકો છો. કુલ મળીને પેન્શનને લગતા કામ ખૂબ જ સરળ થવાના છે.
અનેક એક્સટેંડેટ બેનેફિટ
- આ વેબસાઇટ પર રજીસ્ટર થયા બાદ તમને ઘણા બેનેફિટ થશે.
- તમને પેન્શન પેમેન્ટ ડિટેલની મોબાઇલ ફોન પર એલર્ટ મળશે.
- બ્રાન્ચમાં જીવન પ્રમાણન સુવિધા મળશે.
- ઇમેલ દ્વારા પેન્શન સ્લિપ મળશે.
- તમે કોઇપણ એસબીઆઇની બ્રાન્ચમાં પોતાની લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકશે.
જો તમને આ વેબસાઇટ પર કોઇ પરેશાની આવે તો તમે બેંકનો સંપર્ક સાધી શકો છો. તમને જો લોગ ઇન કરવામાં સમસ્યા આવી રહી છે તો તમે ‘એરર સ્ક્રીન શૉટ’ની સાથે પોતાની વાત support.pensionseva@sbi.co.in પર ઇમેલ કરી શકો છો, સાથે જ તમે UNHAPPY ટાઇપ કરીને 8008202020 નંબર પર એસએમએસ કરી શકો છો.