જામનગર જિલ્લો જળબંબાકાર, શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં પાણી જ પાણી…

જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચૂક્યા છે.

જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ જામનગરમાં 3.25 ઇંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી પાણી જોવા મળ્યું હતું.

જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદને કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેને કારણે વિજરખી પાસે કોઝવે પર પાણી ફરી વળતાં જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે.

જામનગર શહેરનો જીવાદોરી સમાન રણજિતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો. જેથી જામનગર શહેરને પીવાના પાણીનું જળસંકટ ટળ્યું હોવાથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *