એન્ટિક વસ્તુઓ કલેક્ટ કરવાનો ઘણા લોકોને શોખ હોય છે. દુનિયાભરમાં ઘણા લોકો એવા છે જેમને જૂના સિક્કા કલેક્ટ કરવાનો શોખ હોય છે. તેમની પાસે પહેલા કરતા પણ જૂના અને દુર્લભ સિક્કા હોય છે અને તે પોતાનુ કલેક્શન રિચ કરવા માંગે છે. આવા શોખીન લોકો પોતાના Antique Collection માં અનેક પ્રકારના સિસ્કાઓ કલેક્ટ કરીને રાખે છે. તેના માટે તેઓ મોઢે માંગેલી કિંમત ચૂકવવા તૈયાર થઇ જાય છે.
બની શકે છે કે તમારા ઘરમાં પણ કોઇ જૂનો સિક્કો પડ્યો હોય. અમે 2 રૂપિયાના જે સિક્કાની અહીં વાત કરી રહ્યાં છીએ, તે સિક્કો તમને પૂરા 5 લાખ રૂપિયા અપાવી શકે છે. હકીકતમાં, દેશી-વિદેશી એવા ઘણા સિક્કા છે, જે ઘણા સમય પહેલા જ બંધ થઇ ચુક્યા છે અને આ સિક્કા હવે રેર જ જોવા મળે છે.
ઘણીવાર પૈસાની લેવડ દેવડ સમયે આપણે ધ્યાન નથી આપતા કે જે સિક્કો આપણે સામેની વ્યક્તિને આપી રહ્યાં છીએ, તે કેટલો કિંમતી હોઇ શકે છે. આજલાક તો જૂની નોટ અને સિક્કાનું ચલણ તેજી પર છે. આ 1 અથવા 2 રૂપિયાના સિક્કાની કિંમત વિશે આપણે અંદાજો ન લગાવી શકીએ. સિક્કા જેટલા જૂના હોય, તેની કિંમત એટલી જ વધુ હોય છે.
આવા યૂનિક સિક્કાની કિંમત લાખો રૂપિયા હોય છે. સિક્કાના શોખીન લોકો મોઢે માંગેલી કિંમત આપવા માટે પણ તૈયાર થઇ જાય છે. તમને પણ 1-2 રૂપિયાના સિક્કાના બદલે લાખો રૂપિયા મળી શકે છે. બસ તમને તેને વેચવાની રીત આવડવી જોઇએ, જે એકદમ સિંપલ છે. ઘણી વેબસાઇટ પર આ સિક્કા અને નોટ્સ માટે લાખો રૂપિયા મળી શકે છે. અમે તમને તેની રીત પણ જણાવીશું, પરંતુ સૌથી પહેલા તે સિક્કા વિશે જાણી લો.
ઇ-કોમર્સ વેબસાઇટ ક્વિકર પર ઘણા પ્રકારના સિક્કાની સેલ ચાલતી રહે છે. એક આવો જ સિક્કો વર્ષ 1995નો છે. આ સિક્કાની પાછળ ભારતનો નક્શો છે અને આ નક્શામાં તિરંગો બનેલો છે. જો તમારી પાસે પણ આવો સિક્કો હોય તો તમને તેના બદલે લાખો રૂપિયા મળી શકે છે. ક્વિકર વેબસાઇટ પર આવા સિક્કાની કિંમત 5 લાખ રૂપિયા છે. આ જ વેબસાઇટ પર અન્ય ઘણા પ્રકારના સિક્કાની ડિમાંડ છે. જેનો 2 રૂપિયાનો એક સિક્કો 1994 છે જેની કિંમત પણ 5 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. આ જ રીતે ભારતની આઝાદી પહેલાના ક્વીન વિક્ટોરીયાના 1 રૂપિયાના સિલ્વર કોઇનના બદલે 2 લાખ રૂપિયા મળી શકે છે. એમ્પરર જ્યોર્જ વી કિંગના વર્ષ 1918ના એક રૂપિયાના બ્રિટિશ કોઇનની કિંમત 9 લાખ રૂપિયા સુધી લગાવવામાં આવી છે.
2 રૂપિયા વાળા કિસ્સાની કિંમત 5 લાખ રૂપિયાથી વધુ પણ મળી શકે છે કારણ કે તે સેલર અને બાયર એટલે કે ખરીદનાર અને વેચનાર વચ્ચેની વાત છે કે તે કઇ કિંમતે ડીલ માટે તૈયાર થાય છે. જો તમારી પાસે આ પ્રકારના 10-15 યુનિક સિક્કા હોય અને તમારી ડીલ ફિટ થાય તો તમે જોતજોતામાં કરોડપતિ બની શકો છો,
જો તમે આ દુર્લભ સિક્કામાંથી એકના માલિક છો અને તેને વેચવા માટે ઇચ્છુક છો તો સૌથી પહેલા તમારે સાઇટ પર એક ઓનલાઇન વિક્રેતા રૂપે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમે તેને ઘરે બેઠા સરળતાથી વેચી શકો છો. તેની પૂરી જાણકારી
(https://www.quikr.com/home-lifestyle/rare-indian-coin-gurgaon/p/354498004) પર મળી જશે. અહીં તમારુ નામ, નંબર, ઇમેલ વગેરે ડિટેલ ભરીને તમારુ એકાઉન્ટ રજીસ્ટર કરી લો. હવે તમારા યુઝર આઇડી અને પાસવર્ડ નાંખીને લોગઇન કરો.
અહીં 2 પ્રકારના ઓપ્શન હોય છે. સિક્કો ખરીદવા માટે Buy Now અને વેચવા માટે Make an Offer. તમારે આ સિક્કા માટે મેક એન ઓફર (Make an Offer) પર ક્લિક કરવાનું છે. તમારે આ સિક્કાનો ફોટો ક્લિક કરીને તેને અપલોડ કરવાનો છે. તે બાદ સેલર સીધો તમારો સંપર્ક સાધશે. ઓનલાઇન ડિલિવરી અને પેમેન્ટ દ્વારા તમારો સિક્કો વેચી શકો છો. તે જૂના સિક્કાના શોખીનો પણ નિર્ભર કરે છે. ઘણીવાર તમને નિશ્વિત રકમ કરતા વધુ રકમ મળવાની સંભાવના રહે છે.