રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ ના ઉદ્ઘાટન માટે ચિન્ના જીયાર સ્વામીએ આપ્યું આમંત્રણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)ને શ્રી રામાનુજાચાર્ય સ્વામીના 1000માં જન્મ વર્ષ નિમિત્તે ‘શ્રી રામાનુજ સહસ્ત્રાબ્દી’ (Sri Ramanuja Sahasrabdi) સમારોહના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું. શ્રી રામાનુજાચાર્ય 11મી સદીના હિન્દુ ધર્મશાસ્ત્રી અને દાર્શનિક હતા. તેઓ ભક્તિ ચળવળના સૌથી મહાન સમર્થક અને તમામ માનવોની સમાનતાના પ્રારંભિક પ્રસ્તાવક હતા.

આ મહાન દ્રષ્ટાને યાદ કરવા અને તેમનું સન્માન કરવા માટે હૈદરાબાદ નજીક શમશાબાદમાં બનેલા વિશાળ નવા આશ્રમમાં તેમની પ્રતિમાના અભિષેક સાથે 1000માં વર્ષની ઉજવણી શરૂ થશે. શ્રી રામાનુજાચાર્ય સ્વામીની મૂર્તિ 216 ફૂટની ઉંચાઈએ બનાવવામાં આવી છે. જે વિશ્વની બીજી સૌથી ઉંચી મૂર્તિ છે.

 

રામાનુજાચાર્ય સ્વામી માનતા હતા કે બધા સમાજના લોકોને તેમના ભગવાનની પુજા કરવાનો તેમજ ભક્તિ કરવાનો અધિકાર છે. તેથી સમાજમા જાતી વિષયક કેટલાક દુષણોને તેમણે દુર કર્યા હતા. તેમજ પછાત વર્ગોના અધિકારોનું રક્ષણ કર્યું હતુ. રામાનુજાચાર્ય સ્વામીના સેવાકીય કાર્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમના ભક્તોએ તેમની પ્રતિમાને “સમાનતાની પ્રતિમા (Statue of Equality)” તરીકે નામ આપ્યું છે.

રામાનુજ સંપ્રદાયના વર્તમાન આધ્યાત્મિક પ્રમુખ ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી (Chinna Jeeyar Swami)એ મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી, 2022 સુધી આયોજિત ઉજવણીઓ વિશેની જાણકારી આપવા માટે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી.

 

શ્રીનિવાસ રામાનુજમ અને માય હોમના પ્રેસિડેન્ટ ડો. રામેશ્વર રાવ પણ તેમની સાથે જોવા મળ્યા હતા.  ચિન્નાજીયર સ્વામીએ 13 દિવસની ઉજવણી માટે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પણ આમંત્રણ આપ્યું. સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી હૈદરાબાદની બહારના વિસ્તારમાં સંશાબાદના મુચિન્તલ ખાતે 200 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે.

સહસ્ત્રહુન્દાત્મક લક્ષ્મી નારાયણ યજ્ઞ લોકોના કલ્યાણ માટે કરવામાં આવશે. આ મેગા ઈવેન્ટ માટે બનાવવામાં આવેલા 1,035 હોમ કુંડમાં લગભગ બે લાખ કિલો ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવશે. ચિન્ના જીયારનું સ્વપ્ન છે  “દિવ્ય સાકેતમ” જે મુચિંતલની વિશાળ આધ્યાત્મિક સુવિધા ટૂંક સમયમાં વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સ્થળ તરીકે ઉભરી આવશે.

 

1000 કરોડના ખર્ચે આ મેગા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. પ્રતિમાના નિર્માણમાં 1,800 ટન પંચ લોખંડનો ઉપયોગ કરાયો છે. પાર્કની આસપાસ 108  મંદિરો બાંધવામાં આવ્યા છે. પથ્થરના સ્તંભો ખાસ રાજસ્થાનમાં બનાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *