મેં. પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી, ક્રાઈમબ્રાન્ચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઈમબ્રાન્ચ, નાઓએ અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી બનેલ ગુના શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા તથા એસ.ઓ.જી. ક્રાઈમબ્રાન્ચના હેડને લગતી કામગીરી કરવા જરૂરી સૂચનાઓ કરેલ.
જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઈમબ્રાન્ચ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કે.એ.પટેલ એ.ઓ.જી. ક્રાઈમબ્રાન્ચ નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પો..સ.ઈ. શ્રી એ.વી.શિયાળિયા નાઓ ટીમ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે આરોપીઓ ૧) કનુભાઈ ઉર્ફે કે.કે. સ/ઓ કાશીરામ ઈશ્વરભાઈ જાતે પટેલ ઉ.વ. ૫૪, રહે. ભુવનેશ્વરી સોસાયટી, પીન્કી ગેસ પાસે, ડભોલી રોડ, સુરત તથા ૨) નવીનભાઈ અમરતલાલ દોશી ઉ.વ.૫૮, રહે. પહેલો માળ, ચંદ્રમૌલી ફ્લેટ, શ્રીપથ સોસાયટી, લખુડ્ડી સર્કલ પાસે, નવરંગપુરા, અમદાવાદ શહેર મૂળ વતન ગામ. વાસણા, તા.ડીસા. જિ. બનાસકાંઠા વાળાને ઝડપી લઇ પૂછ પરછ કરી ખાત્રી તપાસ કરતા આરોપી નં. ૧) કનુભાઈ ઉર્ફે કે.કે. નાનો વડોદરા શહેર , જે.પી.રોડ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૯૩/૨૦૧૮ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪, ૧૨૦(બી) મુજબના તથા સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૧૨૪૬/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦(બી) મુજબના બે ગુન્હાઓમાં તથા આરોપી નં. ૨) નવીનભાઈ દોશી નાનો સુરત સહેર વરાછા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૧૨૪૬/૨૦૨૧ ધી ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦(બી) ગુન્હામાં નાસતા ફરતા હોવાની હકીકત જણાઈ આવેલ જેથી બન્ને આરોપીઓને આજરોજ તા.૧૪/૦૯/૨૦૨૧ ના કલાક ૨૩/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઈ મુજબ પકડી અટક કરેલ છે. તા.૧૪/૦૯/૨૦૨૧
આરોપી નં. ૧) કનુભાઈ ઉર્ફે કે.કે.નો ગુનાહિત ઈતિહાસ.
૧.બાપોદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૧૩/૨૦૧૧ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિગેરે મુજબ.
૨. રામોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૭/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦ વિગેરે મુજબ.
૩. સાણંદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૬/૨૦૧૬ ધી ઈ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) વિગેરે મુજબ.
૪. સને. ૨૦૧૦ ની સાલમાં ભાવનગર ‘એ’ ડીવીઝન તથા ભાવનગર ‘સી’ ડીવીઝન તથા ઘોઘા તથા મહુવા તથા વડોદરા માંજલપુર તથા બોરસદ વિગેરે પોલીસ સ્ટેશનો ખાતે આશરે દશેક જેટલા ચીટીંગ ના ગુનાઓ માં પકડાયેલ છે.
૫. સને ૨૦૧૭ ની સાલ માં ઉજ્જૈન ખાતે ચીટીંગ ના ગુનાઓ માં પકડાયેલ છે.