ફૂડ ડિલિવરી પર લાગી શકે છે જીએસટી ટેક્સ, ડિલિવરી થશે મોંઘી,

જો તમે પણ બહારનું ભોજન ખાવાના રસિયા છો અને અવારનવાર સ્વિગી કે ઝોમેટો જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. હવે જો તમે ઝોમેટો કે સ્વિગી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈ ફૂડ ઓનલાઇન ઓર્ડર કરશો તો તેના માટે તમારે વધુ પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

હાલ આવનાર દિવસોમાં ઓનલાઇન ફૂડની ડિલિવરી મોંઘી બનશે તેવી બજારમાં અટકળો ચાલી રહી છે. જીએસટી કાઉન્સિલ કમિટી ઓનલાઇન ફૂડની ડિલિવરી પર હવે જીએસટી લગાવવા માટેની ચર્ચા-વિચારણા કરી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઓનલાઇન ફૂડ ડિલિવરી પર કમ સે કમ 5 ટકા જેટલો ટેક્સ લગાવવામાં આવે તેવી સંભાવનાઓ સર્જાઈ રહી છે.

આ અંગેનો અંતિમ નિર્ણય શુક્રવારના રોજ મળનારી જીએસટી કાઉન્સિલ કમિટીની બેઠકમાં લેવાઇ શકે છે. હાલ સરકાર ફૂડ ડિલિવરી એપ્લિકેશનને રેસ્ટોરન્ટ સર્વિસમાં શામેલ કરવા અંગેની વિચારણા કરી રહી છે. જો ઓનલાઇન ફૂડ ડિલિવરી બાબતે વાત કરીએ તો બે જ એપ્લિકેશન પોપ્યુલર છે એક છે ઝોમેટો અને બીજી છે સ્વિગી.

ઝોમેટો અને સ્વિગી આ બંને મોબાઇલ એપ એવી છે કે, જે ગ્રાહકોને તેમણે ઓર્ડર કરેલા સ્થળે ફૂડ પહોંચાડવાની સેવા પૂરી પાડે છે. જો જોવા જઈએ તો આ મોબાઇલ એપ્લિકેશન સંપૂર્ણપણે રેસ્ટેરન્ટની સેવાઓ જ આપે છે તેથી, તેને આવનાર ભવિષ્યમા રેસ્ટોરન્સ સર્વિસમાં સામેલ કરવામાં આવી શકે છે. જો આ બંનેનો રેસ્ટોરન્ટ સર્વિસમાં સમાવેશ થશે તો આવનાર સમયમાં લોકો માટે ઓનલાઇન ફૂડ ડિલિવરી મોંઘી બનશે. હવે આ અંગે છેલ્લો નિર્ણય શું લેવાશે તે તો આવનાર સમય જ જણાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *