વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 71 વર્ષના (PM Narendra Modi 71st Birthday) થઈ ગયા છે. બીજેપીએ (BJP) આ ખાસ દિવસને ઐતિહાસિક બનાવવાની યોજના બનાવી છે. પાર્ટી આજે એક તરફ જ્યાં મહત્તમ કોવિડ-19 વેક્સીનનું (COVID-19 Vaccine) રસીકરણનો રેકોર્ડ બનાવવા માંગે છે તો બીજી તરફ આજથી 21 દિવસ માટે ‘સેવા અને સમર્પણ’ અભિયાનની શરૂઆત થશે. વડાપ્રધાનના રૂપમાં પીએમ મોદી (Narendra Modi as PM) પોતાના બીજા કાર્યકાળના ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ના આદર્શ સૂત્ર પર ભાર મૂક્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શાસન કાળમાં સમાવેશી, વિકાસલક્ષી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને નિર્ણય લેવામાં ઝડપ લાવવાની માંગ કરી છે. આઝાદી બાદ જન્મેલા પહેલા વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ પહેલા 2014થી 2019 સુધી ભારતના વડાપ્રધાનના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે. ત્યારબાદ 2019માં બીજી વાર ભારતના વડાપ્રધાનના રૂપમાં શપથ લીધા. તેમણે ઓક્ટોબર 2001થી મે 2014 સુધી સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં પોતાનું પદ સંભાળ્યું છે. પીએમ મોદી આગામી મહિને વધુ એક માઇલસ્ટોન પ્રાપ્ત કરશે કારણ કે 7 ઓક્ટોબરે જાહેર જીવનમાં 20 વર્ષ પૂરા કરશે. પીએમ મોદીએ વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં જીત નોંધાવીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કર્યું, બંને પ્રસંગે પૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યું. પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારે અનેક કલ્યાણકારી પહેલ કરી છે.
ભારત આજે દુનિયાના સૌથી મોટા સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમ આયુષ્માન ભારતનું નેતૃત્વ કરી રહ્યું છે. આયુષ્માન ભારતના માધ્યમથી આજ દેશના 50 કરોડથી વધુ ગરીબ અને નવ-મધ્યમ વર્ગને ઉચ્ચ ગુણવત્તા અને સસ્તી સ્વાસ્થ્ય સેવા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત સ્વાસ્થ્ય પત્રિકાઓ પૈકી એક લાંસેટે દેશમાં ચાલી રહેલા આયુષ્માન ભારત સેવા કાર્યક્રમના વખાણ કર્યા છે. પત્રિકાએ કહ્યું છે કે ભારતમાં ચાલી રહેલી આ યોજના ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા અસંતોષે દૂર કરી રહી છે. દેશના ગરીબ વર્ગના નાણાકીય ધારા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન-ધન યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રત્યેક ભારતીયનું બેંક ખાતું ખોલાવાનો હતો. આ યોજના હેઠળ અત્યાર સુધી 35 કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજનાના માધ્યમથી ગરીબોને બેંક સાથે જોડવામાં આવ્યા છે, ઉપરાંત સશક્તિકરણના અન્ય વિકલ્પ પણ ઊભા કરવામાં મદદ મળી છે.
જન-ધન યોજનાને આગળ ધપાવતા પીએમ મોદીએ સમાજના સૌથી નબળા વર્ગને વીમા અને પેન્શન કવર આપીને જન સુરક્ષા પર ભાર મૂક્યો છે. JAM ટ્રિનીટી (જન ધન- આધાર- મોબાઇલ)ના માધ્યમથી પારદર્શિતા અને ગતિ લાવવામાં આવી છે અને વિલંબ તથા ભ્રષ્ટાચારને ઓછો કરવામાં આવ્યો છે. વર્ષ 2016માં ગરીબોને મફત રાંધણ ગેસ કનેક્શન આપવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધી 7 કરોડથી વધુ લાભાર્થીઓને રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ 18,000 ગામોમાં વીજળી નહોતી પહોંચી. સરકારે દરેક ગામ સુધી વીજળી ઉપલબ્ધ કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
સરકારે 2022 સુધી તમામ માટે આવાસ નો લક્ષ્ય રાખ્યો છે અને પીએમ કિસાન સન્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ અને ઇ-નામ જેવી ખેડૂત કલ્યાણ યોજનાની શરૂઆત કરી છે. પીએમ મોદીએ વર્ષ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધી સ્વસ્છતા કવરેજ 2014માં 38 ટકાથી વધીને 99 ટકા થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે પરિવહન પરિવર્તનની દિશામાં એક અગત્યનું શાધન છે. તેથી ભારત સરકાર હાઇ-વે, રેલવે, આઇ-વે અને વોટર-વેન રૂપમાં આગામી પેઢીની માળખાકિય સુવિધાને બનાવવાનું કામ કરી રહ્યા છે. UNAN (Ude Desh ka Aam Naagrik) યોજનાએ ઉડ્ડયન ક્ષેત્રને લોકોના વધુ અનુકૂળ બનાવ્યું છે અને કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપ્યું છે.