ડિસ્કવરીનો સર્વાઇવલ શો ઈન્ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સમાં જોવા મળશે વિક્કી કૌશલ

ડિસ્કવરીનો સર્વાઇવલ શો ઈન્ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ (Bear Grylls) ને પ્રેક્ષકો ખુબ પસંદ કરે છે. આ શોમાં પીએમ મોદી સાથે ઘણા બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા છે. જેમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth), અક્ષય કુમાર (Akshay kumar) નો સમાવેશ થાય છે. તાજેતરમાં આ યાદીમાં અજય દેવગન (Ajay Devgan)નું નામ સામેલ કરવામાં આવ્યું હતું અને હવે અન્ય એક અભિનેતાનું નામ ઉમેરાયું છે. આ છે બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal) . વિક્કી કૌશલ ટૂંક સમયમાં બેયર ગ્રિલ્સ સાથે શોમાં જોવા મળશે.

અજય દેવગન પછી, વિક્કી કૌશલને ડિસ્કવરી ચેનલ દ્વારા તેમના શો માટે સાઇન કરવામાં આવ્યા છે. વિક્કી શોની નવી સિઝનમાં જોવા મળશે. આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં થવાનું છે. એક રિપોર્ટ અનુસાર, ડિસ્કવરી ચેનલે જ વિક્કી કૌશલની શોમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. આ શો સૌથી પહેલા ડિસ્કવરી પ્લસ એપ પર પ્રસારિત થશે. સોમવારે અજય દેવગન શોના શૂટિંગ માટે માલદીવ જવા રવાના થયા હતા અને હવે વિક્કી કૌશલ ગુરુવારે માલદીવ જવાના છે. આ બંને કલાકારો જુદા જુદા એપિસોડમાં એડવેંચર કરતા જોવા મળશે.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને રજનીકાંત બેયર ગ્રિલ્સના આ શોનો ભાગ બની ચુક્યા છે. તેમણે શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્ક અને ટાઇગર રિઝર્વમાં કર્યું હતું. બેયરે અક્ષય કુમારને શોમાં ગાંઠ બાંધવાનું શીખવ્યું હતું. આ સાથે, બંનેએ એક નદી પાર કરી હતી જેમાં ઘણા બધા મગરમચ્છ હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, વિક્કી કૌશલ ટૂંક સમયમાં સરદાર ઉધમ સિંહ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 16 ઓક્ટોબરે રિલીઝ થશે. આ સિવાય વિક્કી હાલમાં કિયારા અડવાણી સાથે ફિલ્મ મિસ્ટર લેલેનું શૂટિંગ કરી રહ્યા છે. વિક્કી પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *